ગુજરાત કોંગ્રેસ દ્વારા 28મી ડિસેમ્બરથી સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરવામાં આવશે, કોંગ્રેસના સભ્ય બનાવવા માટે પહેલી વાર મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે, આ સંદર્ભે ગુરુવારે બપોરે 12 વાગ્યે અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય-પ્રદેશના પૂર્વ હોદ્દેદારો વગેરે સમક્ષ દિલ્હીથી આવેલા નિષ્ણાતોએ વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું. કોંગ્રેસના સભ્ય માટે અત્યાર સુધી રૂ.5 ફી લેવાતી હતી પરંતુ આ વખતે એક રૂપિયો પણ ફી પેટે નહિ ઉઘરાવાય. ગુજરાત કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે કે, 28મી ડિસેમ્બરથી સભ્ય નોંધણી ઝુંબેશનો પ્રારંભ કરાશે, હાલમાં કોંગ્રેસના 15 લાખ સભ્યો છે તેવો પક્ષ દ્વારા દાવો કરાયો છે, આ વખતે વધુમાં વધુ સભ્યો કોંગ્રેસ સાથે જોડાય તેવો પ્રયાસ કરાશે,
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રવકતા મનીષ દોશીએ એનસીઆરબીના રિપોર્ટને ટાંકી જણાવ્યું છે કે, વર્ષ 2017ના એક વર્ષમાં રૂ.9 કરોડની નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ છે, દેશભરમાં પકડાયેલી નકલી ચલણી નોટોમાં ગુજરાતનો હિસ્સો 32 ટકા છે જે ચિંતાનો વિષય છે. ગુજરાત દેશમાં આ મામલે પ્રથમ નંબરે છે. સૌથી વધુ બે હજારની નકલી નોટો પકડાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.