કોંગ્રેસમાં જારી અંતકલહ હજુ ખતમ થયો નથી. કોંગ્રેસ કાર્યસમિતિની સોમવારે થયેલી બેઠકમાં પાર્ટીના 23 નેતાઓ દ્વારા નેતૃત્વમાં પરિવર્તનની માગને લઈને લખેલો પત્ર છવાયેલો રહ્યો. સોનિયા ગાંધી ફરીથી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ પસંદ થયા બાદ પત્ર લખનારા નેતાઓએ આગળની રણનીતિને લઈને બેઠક કરી હતી. મંગળવારે સિબ્બલે એવી ટ્વીટ કરી કે જેનાથી અટકળો લગાવવાની શરૂ થઈ ગઈ છે. પાર્ટીમાંથી સસ્પેન્ડ નેતા સંજય ઝાએ આને અંતની શરૂઆત જણાવી છે.
કપિલ સિબ્બલે કહ્યુ, આ એક પદ વિશે નથી. આ મારા દેશ વિશે છે જે સૌથી વધારે મહત્વનું છે. બીજી તરફ, પાર્ટીમાંથી સસ્પેન્ડ નેતા સંજય ઝાએ ટ્વીટ કરી લખ્યુ, આ તો અંતની શરૂઆત છે. અગાઉ રાહુલ ગાંધીની ભાજપ સાથે મિલીભગત વાળી કથિત ટિપ્પણીને લઈને સિબ્બલે વિરોધ વ્યક્ત કરતા ટ્વીટ કરી હતી. જોકે રાહુલ સાથે વાત થવા પર તેમણે આ ટ્વીટને પાછી લઈ લીધી હતી.
રાહુલે લગાવ્યો હતો ભાજપ સંગ મિલીભગતનો આરોપ
કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ પત્ર લખનાર નેતાઓ પર ભાજપ સંગ મિલીભગતનો આરોપ લગાવ્યો હતો. જેની પર કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદે પલટવાર કર્યો હતો.
સિબ્બલે કહ્યુ હતુ કે મે છેલ્લા 30 વર્ષોમાં ક્યારેય પણ કોઈ મુદ્દે ભાજપના પક્ષમાં નિવેદન આપ્યુ નથી. તેમ છતાં અમે ભાજપ સાથે હોઈ શકીએ છીએ. વરિષ્ઠ નેતાની ટ્વીટ બાદ રાહુલે તેમને વાત કરી જે બાદ તેમણે ટ્વીટને હટાવી લીધી. ત્યાં ગુલામ નબી આઝાદે કહ્યુ હતુ કે જો રાહુલ ગાંધીનું ભાજપ સાથે મિલીભગત વાળુ નિવેદન સાબિત થઈ જાય છે તો તેઓ પોતાના પદ પરથી રાજીનામુ આપી દેશે.
વિરોધીઓને કિનારે કરી ના શક્યા રાહુલ
બેઠકની શરૂઆતમાં રાહુલ ગાંધીના વિરોધી નેતાઓને કિનારે કરવાની વાત થઈ હતી. આ રણનીતિ હેઠળ સોનિયાએ વચગાળાનું અધ્યક્ષ પદ છોડવાની રજૂઆત કરી. જે બાદ રાહુલે પત્ર લખનાર નેતાઓ પર નિશાન સાધ્યુ. પૂર્વ પીએમ મનમોહન સિંહ, એ કે એન્ટની જેવા નેતાઓએ સોનિયાના સમર્થનમાં ગમે તે કહ્યુ પરંતુ અંતમાં સોનિયાએ કહેવુ પડ્યુ કે તેમના મનમાં પત્ર લખનારા પ્રત્યે દુર્ભાવના નથી.
મોટો પ્રશ્ન, કોણ સંભાળશે પાર્ટીની કમાન
વિવાદ ટાળવા માટે કમિટી બનાવવાની ઘોષણા થઈ. આ સંગઠનના કામકાજ પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની પડતાલ કરશે. એ જોવુ દિલચસ્પ થશે કે કમિટીમાં કેટલાક જુથના નેતાનું પલડુ ભારે રહે છે. જોકે, રાહુલ વિરોધી પાર્ટીના એક વરિષ્ઠ નેતાનું કહેવુ છે કે કમિટી સમાધાન નથી. પ્રશ્ન એ છે કે પાર્ટીની કમાન કોણ સંભાળશે અને પાર્ટી ભવિષ્યમાં કેટલાય પ્રકારની કાર્યશૈલી અપનાવશે.
પ્રિયંકા માટે તૈયાર થઈ શકે છે જમીન
રાહુલ વિરોધી લોકો માને છે કે આ સમયે ગાંધી પરિવારનો કોઈ પાર્ટી સંભાળી શકશે નહીં. રાહુલની પસંદગી વેણુગોપાલ અથવા કોઈ અન્ય નેતાના હાથમા જવાથી સ્થિતિ બગડશે. એવામાં છ મહિનામાં પ્રિયંકા ગાંધીને સંગઠનની કમાન આપવાની પટકથા તૈયાર કરવામાં આવી શકે છે. શરૂઆતી સમયમાં નવા અધ્યક્ષની મદદ માટે બે વરિષ્ઠ નેતાઓને ઉપાધ્યક્ષ પદની જવાબદારી આપવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.