કોંગ્રેસની આંતરિક લડાઈ રસ્તા પર આવી ગઈ, ફોન ટેપિંગ મામલે CBI તપાસ થાયઃ સંબિત પાત્રા

રાજસ્થાનમાં સત્તાપલટા કાંડને લઈને આરોપ-પ્રત્યારોપ ઝડપી બન્યો છે. કોંગ્રેસે 2 ઓડિયો ટેપ જાહેર કરી આરોપ લગાવ્યો કે ભાજપ સચિન પાયલટના ધારાસભ્યોની ટીમ સાથે મળીને ષડયંત્ર કરી રહી છે. આસાથેની વાતચીત છે.

બીજી તરફ ભાજપના પ્રવક્તા સંદીપ પાત્રાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ખેચતાણ અંગે વાત કરી. તેમણે ગહેલોત સરકાર પ્રહાર કરતા કહ્યું કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી બનવા માટે રસાકસી ચાલી રહી છે અને કોંગ્રેસનો ઘરનો ઝઘડો હવે રસ્તા પર આવી પહોચ્યો છે. ઝઘડો એટલો ગંભીર બન્યો છે હવે આ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોચ્યો છે.

સાથે જ તેમણે ગહેલોત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જે ઓડિયો કલીપ સામે આવી છે. તે કોંગ્રેસે કાયદાકીય રીતે રેકોર્ડ કરી છે કે પછી કોંગ્રેસ ફોન ટેપીંગ કરી રહી છે તે એક ગંભીર સવાલ છે. જેથી સંદીપ પાત્રાએ સમગ્ર મામલે CBI તપાસની માગ કરી છે. અને તેમણે એવું પણ કહ્યુ હતુ કે કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે ભાજપ ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

ACBમાં થઇ ફરિયાદ

રાજસ્થાનમાં રાજકીય ઉઠાપટક અટકવાનું નામ નથી લઇ રહી ત્યારે સમગ્ર પ્રકરણમાં વધુ એક અધ્યાય જોડાયો છે, સમગ્ર મામલે હવે એન્ટી કરપશન બ્યુરોની એન્ટ્રી થઇ છે. રાજસ્થાનમાં ધારાસભ્યોના ખરીદ વેચાણનો મામલો હવે એન્ટી કરપશન બ્યુરોમાં ગયો છે. ખરીદવેચાણની ઓડિયો ટેપ મામલે એસીબીમાં એફઆઈઆર કરવામાં આવી છે.

એસઓજી અનેક જગ્યાએ કાર્યવાહી કરી

આ કેસમાં રાજસ્થાનની એસઓજી અનેક જગ્યાએ કાર્યવાહી કરી રહી છે. એસઓજીની ટીમ શુક્રવારે સાંજે માનસેર પહોંચી હતી. જ્યાં એક હોટલમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રોકાયા હતા. જો કે એસઓજીને હોટેલમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હોતા. લગભગ દોઢ કલાકની રાહ જોયા પછી તેમને અંદર પ્રવેશ મળ્યો હતો. જો કે ત્યાં તેમને ભવરલાલ ન મળતા તેઓ ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું.

હાલ કોંગ્રેસ પાયલોટ સમર્થક બે ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને વિશ્વેન્દ્ર સિંહને પાર્ટીની પ્રાથમિક સભ્યતામાંથી સસ્પેન્ડ કરી નાખ્યાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.