રાજસ્થાનની ગેહલોત સરકારની વિરુદ્ધ વિદ્રોહી તેવર અપનાવનારા સચિન પાયલટ પર કૉંગ્રેસે કાર્યવાહી કરી છે. તેમને ઉપ-મુખ્યમંત્રી અને કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા છે. કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ વાતની જાણકારી આપી છે. તો પાર્ટીનાં આ નિર્ણય પર સચિન પાયલટે ટ્વીટ કરીને પોતાની વાત રાખી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, ‘સત્યને પરેશાન કરી શકાય છે, પરાજિત નહીં.’ એટલું જ નહીં, સચિન પાયલટ આજે સાંજે 5 વાગ્યે પોતાનો પક્ષ પણ રાખશે. માનવામાં આવી રહ્યું છે કે આમાં પાયલટ પોતાની આગામી રણનીતિનો પણ ખુલાસો કરશે.
રાજસ્થાન કૉંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણની વચ્ચે પાર્ટી તરફથી સચિન પાયલટને મનાવવાનાં સતત પ્રયત્નો કરવામાં આવ્યા. પાર્ટી તરફથી પહેલા સોમવારનાં તેમને ધારાસભ્ય દળની બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા, પછી મંગળવારનાં પણ ધારાસભ્ય દળની બેઠકમાં આવવા માટે કહેવામાં આવ્યું. જો કે પાયલટનાં જૂથથી કોઈપણ ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થયું નહીં, ત્યારબાદ તેમની વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. સોમવારનાં પણ પાર્ટી વિરોધી ગતિવિધિઓને લઇને પ્રસ્તાવ પસાર કરીને પાયલટ અને તેમના સમર્થકોને ચેતવણી આપવામાં આવી હતી.
આ દરમિયાન સચિન પાયલટને મનાવવાનાં તમામ પ્રયત્નો અસફળ સાબિત થયા. પાયલટ ધારાસભ્ય દળની બીજી એટલે કે મંગળવાર સવારે બોલાવવામાં આવેલી બેઠકમાં સામેલ ના થયા. આવામાં પાર્ટીએ સચિન પાયલટ અને સમર્થક ધારાસભ્યોની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરી છે. પાર્ટીએ સચિન પાયલટને ઉપ-મુખ્યમંત્રી અને કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. કૉંગ્રેસ પાર્ટીની આ કાર્યવાહી પર પાયલટે ટ્વીટ કર્યું. આમાં તેમણે લખ્યું કે, ‘સત્યને પરેશાન કરી શકાય છે, પરાજિત નહીં.’ એટલું જ નહીં જાણકારી મળી રહી છે કે સચિન પાયલટ સાંજે 5 વાગ્યે પોતાની વાત રાખશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.