કોંગ્રેસના બાગી ધારાસભ્ય અદિતિ સિંહે યોગી આદિનાથને પોતાના રાજકિય ગુરુ ગણાવ્યા

કોંગ્રેસના બાગી યુવા ધારાસભ્ય અદિતિ સિંહે સોમવારે તેમના એક નિવેદનથી રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાના રાજકિય ગુરુ ગણાવ્યા છે. અદિતિ રાયબરેલી સદર સીટ પરથી ધારાસભ્ય છે.

કોંગ્રેસ ધારાસભ્ય અદિતિ સિંહ અહીં સિવિલ લાઈન્સના દુકાનદારોના સમર્થનમાં આવી છે. સોમવારે તેણે ભારપૂર્વક કહ્યું કે, જિલ્લા તંત્ર બળજબરીથી દુકાનદારોની જમીન ખાલી કરાવી શકે નહી. આ સિવાય તેમણ કહ્યું કે, તેમની વાત સીધી મુખ્યમંત્રી યોગીજી સાથે થઈ છે.

સિવિલ લાઈન પહોંચીને સદર ધારાસભ્ય અદિતિ સિંહે દુકાનદારોને આશ્વાસન આપતા કહ્યું કે, માનનિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી મારા રાજકિય ગુરુ છે. તેમની સાથે મારી વાત થઈ ગઈ છે. તેમણે તપાસ બાદ ન્યાયનું આશ્વાસન આપ્યું છે. ઉલ્લેખનિય છે કે આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગની ધજ્જીયા ઉડતી જોવા મળી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.