ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા એક બાદ એક કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાઈ રહ્યાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં આવી ગયા છે. એટલે કે હવે ભાજપમાં સત્તા માટે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ વચ્ચે દાવેદારી થવાની છે.
કોંગ્રેસી કૂળના 4 મંત્રીઓ સરકારમાં
ઓપરેશન લોટસના પરિણામે આવતા દિવસોમાં રાજ્યમંત્રી મંડળમાં મોટા ફેરફાર આવશે તે વાત નક્કી છે અમરેલી જુનાગઢ અને પોરબંદર જિલ્લામાંથી મંત્રીપદની લ્હાણી થશે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ પણ આવા વચન સાથે જ ભાજપમાં જોડાયા હતા અને આજે તેઓ ક્યાં છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. કોંગ્રેસમાંથી એક પછી એક જે રીતે મોટા ગજાના ધારાસભ્યો ભાજપમાં આવી રહ્યા છે તેને લઈને ભાજપની અંદર પહેલાંથી ઠરીઠામ થયેલા કોંગ્રેસી મૂળના નેતાઓમાં હાંડલા કુસ્તી કરે જેવો માહોલ વર્તાઈ રહ્યો છે. રાજ્ય સરકારના ૧૬ મંત્રીઓમાં પહેલાંથી જ ત્રણ કેબિનેટ, એક રાજ્યકક્ષા એમ ચોથા ભાગના મંત્રીઓ કોંગ્રેસી મૂળના છે. જે પહેલાંથી મંત્રીમંડળમાં સામેલ થવા વેઈટિંગ લિસ્ટમાં છે તેવા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું શું થશે ? તે સૌથી મોટો સવાલ છે. જો કે, તેમાંય જેઓ કોંગ્રેસ છોડી ભાજપ ભેગા થયા છે તેમાં અત્યારથી જ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. હવે સરકારમાં કોણ ગોઠવાય છે એ માટે કોંગ્રેસીઓમાં જ લાંબિગ શરૂ થયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.