ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને કોંગ્રેસે તેનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. ભાજપે આ કરિશ્મા ત્યારે કર્યો જ્યારે તે છેલ્લા 27 વર્ષથી સતત સત્તામાં હતી. બીજી તરફ, સત્તા વિરોધી લહેર હોવા છતાં, કોંગ્રેસ તેના અગાઉના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકી નથી. પાર્ટી સતત પોતાની જમીન ગુમાવી રહી છે ને ગુજરાતની આ હાર પાર્ટી માટે બોધપાઠ છે.
કોંગ્રેસ સમગ્ર ચૂંટણી દરમિયાન હારેલી લડાઈ લડતી જોવા મળી હતી અને પાર્ટી પાસે ન તો કોઈ વ્યૂહરચના હતી કે ન તો આક્રમક પ્રચાર. તેનો સીધો ફાયદો ભાજપ અને આમ આદમી પાર્ટીને મળ્યો અને જ્યારે ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરિશ્માઈ ચહેરો હતો, ત્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિતના અન્ય મોટા નેતાઓ ચૂંટણી પ્રચારથી દૂર રહ્યા હતા.
હિમાચલમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતમાં મોંઘવારી અને બેરોજગારીની સાથે કર્મચારીઓની નારાજગીએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને ભાજપના બે રેકોર્ડની નજીક
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.