ગઈકાલે જ તેમને કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આજે તેમણે કમલમ ખાતે પહોંચી કેસરીયો ધારણ કર્યો હતો.
News Detail
કોંગ્રેસ નેતા કામિનીબા રાઠોડને આ વખતે કોંગ્રેસ તરફથી ટિકિટ આપવામાં નહોતી આવી. આ ઉપરાંત અગાઉ પણ તેમને કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે આજે તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે.
કામિનીબા રાઠોડે પાર્ટી પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. અગાઉ તેમણે અપક્ષમાંથી ફોર્મ ભર્યું અને તેમણે ફોર્મ પાછું ખેંચી લીધું હતું અને આખરે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.
કામિનીબા રાઠોડે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા
તાજેતરમાં જ દહેગામ બેઠકને લઈને કોંગ્રેસના નેતા કામિનીબા રાઠોડે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતો. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, મારી પાસે ટિકિટ માટે 1 કરોડની માંગણી કરવામાં આવી હતી. જે બાદ 50 લાખમાં ટિકિટ આપવાનું સેટિંગ કરવામાં આવ્યું હતું. જો કે, હું પૈસાની માગ પૂરી ન કરી શકતા અન્યને 1 કરોડમાં ટિકિટ વેચી દેવામાં આવી હોવાનું કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.