તૌકતે વાવાઝોડામાં સરકાર દ્નારા ચૂકવાયેલા સહાયમાં વિસંગતતાનો આરોપ કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવ્યો હતો. આ મામલે પરેશ ધાનાણીની ઓફિસમાં બેઠક શરૂ થઈ હતી. ત્યાર બાદ તેવો પ્રતિક ધરણા કરવાનાં હતાં. જો કે કાયૅક્રમને મંજૂરી ન હોવાથી પોલીસ સાથે ધષઁણ થયું હતું.આ ધષઁણ દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણીને માથામાં વાગ્યું હતું. અને તેમના કપાળમાંથી લોહી નિકળવા લાગ્યું હતું.
ગાંધીનગરની પ્રતિમા પાસે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. તમામ ધારાસભ્યોએ બેનર પર સરકાર વિરોધી સૂત્રો લખીને વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધ વિશે ગેનીબેને કહ્યું કે, અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને વિરોધ કરી રહ્યા છીએ. સરકાર તૌકતેના અસરગ્રસ્તોને સહાય આપવામાં વ્હાલા દવલાની નીતિ રાખે છે. જેને મળવુ જોઈએ તેને મળતુ નથી. વળતરમાં પણ ભેદભાવ રાખે છે. તૌકતેમાં જેમને નુકસાન થયુ હતું તેમને વળતર આપ્યુ નથી. તેથી લોકોને ન્યાય આપવવા માટે ન્યાય અપાવવા પ્રયાસ કરીશું.
https://www.youtube.com/watch?v=ForfFLrmoTk
કોંગ્રેસનાં કાયૉલયથી ગાંધીજીની પ્રતિમા સુધી રેલી સ્વરૂપે ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. આ વિશે કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ કહ્યું કે, ઉત્સવો અને તાયફા કરવાથી સરકાર જરૂરિયાત મંદોને લાભ નથી આપતી. લોકોની વાત લઇને નીકળે તો તેમને રોકવામાં આવે છે.
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આવતીકાલથી બે દિવસ સુરતના પ્રવાસે જશે. આંદોલનના સાથીઓ, આગેવાનો, કાર્યકરો સાથે ચર્ચા કરશે. તેમજ લોકોના વિવિધ સૂચન અને સમસ્યાને સાંભળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.