કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ સવારે 9.25 વાગ્યે સુરત એરપોર્ટ પર આવશે. જ્યાંથી તેઓ 10.30 વાગ્યે સુરતની કોર્ટમાં હાજર થશે અને કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સીધા દિલ્હી જવા રવાના થશે. સુરતની સીજીએમ કોર્ટમાં મોઢવણિક સમાજે કરેલાં બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધી કોર્ટ મુદતમાં હાજર રહેશે.
ત્રણેક વર્ષ પહેલાં વડાપ્રધાન મોદી તથા મોઢ વણિક સમાજ સંદર્ભે કર્યા હતાં બદનક્ષીકારક ઉચ્ચારણ ;
ત્રણેક વર્ષ પહેલા કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મોઢ વણિક સમાજ સંદર્ભે બદનક્ષીકારક ઉચ્ચારણ કર્યા હતા. જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો.
હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહૂલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. આરોપીના બચાવપક્ષે કીરીટ પાનવાલાએ કોર્ટ મુદતમાં કાયમી હાજરીમાંથી આરોપીને મુક્ત કરવાની માંગને કોર્ટે મંજુરી આપી હતી. બીજીતરફ હાઈકોર્ટમાં પણ સ્ટેની માગણી કરવામાં આવી હતી.
https://www.youtube.com/watch?v=lTC1cr3Yi1A
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.