ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.અને તો બીજી તરફ કોંગ્રેસ પણ સરકારને એક પછી એક અલગ અલગ મુદ્દા પર ઘેરી રહી છે.
કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમરે બજેટના મુદ્દે રાજ્ય સરકારને ઘેરી છે. તેમને કહ્યું છે ગુજરાતની પ્રજાને બજેટમાં ખાલી સપના બતાવવામાં આવ્યા છે. અને કોંગ્રેસના ધારાસભ્યોએ સવાલ ઉઠાવ્યા હતા કે, છેલ્લા ત્રણ વર્ષમાં કૃષિ ક્ષેત્રમાં રાજ્ય સરકારે શું ફાળવણી કરી અને તેની સામે 70 વર્ષમાં કોંગ્રેસ સરકારે શું કર્યું હતું.
વિરજી ઠુમ્મરે એવું પણ કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી વિધાનસભાને તો નહીં વેચી નાખોને. ધારાસભ્ય ઠુંમરે એવું પણ કહ્યું કે સરકાર પ્રાકૃતિક ખેતી તરફ જવા માગે છે પરંતુ પ્રાકૃતિક ખેતી માટે સરકારે એક પણ રૂપિયાનું બજેટ ફાળવ્યું નથી. છેલ્લા આઠ વર્ષથી રાજ્યના કૃષિ બજેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને રાજ્યના ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. ગુજરાતના ખેડૂતોને 3.23 ટકા જેટલી સામાન્ય રકમ ફાળવીને સરકારે ધક્કો માર્યો છે.અને હાલ દેશના અને ગુજરાતના ખેડૂતોને ભારે મુશ્કેલી થઈ રહી છે અને તેવામાં સરકાર પ્રાકૃતિક ખેતીના નામે વાહવાહી લૂંટી રહી છે
સરકારની આવક બાબતે કોંગ્રેસના ધારાસભ્ય સવાલ ઉઠાવ્યા હતા કે, એક તરફ વેરાની આવકમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ દેવું પણ વધી રહ્યું છે. સરકાર વેરામાંથી 17 ટકા જેટલી રકમ ફક્ત દેવામાં ચૂકવે છે અને રાજ્યમાં વડાપ્રધાનના કાર્યક્રમ હોય, પંચાયતના કાર્યક્રમ હોય કે, પછી ખેલેગા ગુજરાત કાર્યક્રમ હોય તેમાં 200 કરોડ કરતાં વધારે નો ખર્ચો થાય છે. એટલે કે બજેટ કરતાં સરકારનું દેવું 1 લાખ કરોડથી પણ વધારે છે. રાજ્યમાં 6 હજાર જેટલી શાળાઓ બંધ થઈ અને સરકાર બજેટમાંથી 1.53 ટકા રકમ શિક્ષણ માટે વાપરે છે એટલે શિક્ષણ ખાડે ગયુ.અને રાજ્યમાં 6181 આંગણવાડી જર્જરિત છે.
કોંગ્રેસના ધારાસભ્ય એવું પણ કહ્યું હતું કે ખેડૂતોને પુરી વીજળી નથી મળતી અને ખેડૂતો માટે પણ બજેટ કાપવામાં આવે છે. અને ત્યારે હવે કોંગ્રેસ પણ અલગ અલગ મુદ્દે રાજ્ય સરકારને ઘેરી રહી હોય તેવું લાગી રહ્યું છે અને આગામી દિવસોમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.