કૉંગ્રેસમાં આંતરિક કલહ : જયરાજસિંહ પરમારના સમર્થનમાં આવ્યા પૂજા પ્રજાપતિ

કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારને ખેરાલુ વિધાનસભા બેઠક પર ટિકિટ ન મળતા તેમણે પ્રદેશ નેતૃત્વ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

ગુજરાત કૉંગ્રેસ પાર્ટીના આંતરિક કલહના અને જૂથવાદને કારણે ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. આવા સંજોગોમાં કૉંગ્રેસન પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારને ખેરાલુ વિધાનસભાની ટિકિટ ન મળતા તેમણે પ્રદેશ નેતા નેતૃત્વ સામે બાંયો ચડાવી છે. હવે વધુ એક પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તાએ જયરાજસિંહ પરમારના સમર્થનમાં આવ્યા છે.

વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસનો આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારને ખેરાલુ વિધાનસભા બેઠક પર ટિકિટ ન મળતા તેમણે પ્રદેશ નેતૃત્વ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. હવે જયરાજ સિંહના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા પૂજા પ્રજાપતિ પણ મેદાને આવ્યા છે.

પૂજા પ્રજાપતિએ ફેસબુક પર પોસ્ટ કરતા જણાવ્યું છે કે, જયરાજસિંહ જેવા જમીની નેતાઓ પાર્ટીની પ્રથમ હરોળમાં આવે છે. નેતા તેને કહેવામાં આવે છે જેમને લોકો પસંદ કરી છે, એવા લોકોને નહીં જેમને ચાપલુસીથી ટિકિટ આપી દેવામાં આવે છે. જયરાજસિંહ પાકા કોંગ્રેસી છે. તેમને હું સમર્થન કરું છું. પ્રદેશ નેતૃત્વએ આ મામલાને ગંભીરતા લેવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.