મહારાષ્ટ્ર માં સરકાર બનાવતા પહેલા કોંગ્રેસ પાર્ટી ધર્મનિરપેક્ષતા પર શિવસેના પાસેથી વચન ઈચ્છે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ, શિવસેના પાસેથી કટ્ટર હિન્દુત્વ છબીની જગ્યાએ સોફ્ટ હિન્દુત્વ અપનાવવાનું વચન ઈચ્છે છે. આ બધા વચ્ચે 17 તારીખે દિલ્હીમાં કોંગ્રેસ અને NCPના નેતાઓની એક બેઠક થશે. જેમાં શિવસેના સાથે જવા માટેની શરતો પર ચર્ચા થશે. ત્યારબાદ કોંગ્રેસ, શિવસેના અને એનસીપીના વરિષ્ઠ નેતાઓની મુલાકાત થશે જેમાં સરકરા બનાવવા અને ધર્મનિરપેક્ષતા (Secularism) પર શિવસેનાની પ્રતિબદ્ધતા અંગેની વાત થશે. સૂત્રોના જણાવ્યાં મુજબ શિવસેના જો કમિટમેન્ટ આપશે તો જ મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની સરકાર બનશે. આજે સાંજ સુધીમાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સોનિયા ગાંધીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અને એનસીપી સાથે થયેલી વાતચીત અંગેનો રિપોર્ટ સોંપશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.