ભાજપના સાંસદ અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય રાજેશ ચૂડાસમાએ તો ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકામાં પોતાના વેવાઈ રાજેશ ડાભીના દિકરા કલ્પેશ રાજુભાઈ ડાભીને અપાવી છે.
એટલુ જ નહિ, આ નગરપાલિકામાં પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચનાભાઈ રાઠોડ પોતાના પુત્ર વિજય, પુત્રી જલ્પા અને ભાઈ ભોલુના પત્નીને જ ભાજપની ટિકિટો આપવાઈ છે. તો રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાંથી આવેલા નિલેશ વિરાણીને કમળનું નિશઆન મળી ગયુ છે.
પોરબંદરમાં પણ યુવા પ્રમુખ અજય બાપોદરના પત્ની, પાલિકાના પૂર્વ પ્રમુખોના પુત્રો, પત્ની, પુત્રવધુઓ મળીને કુલ આઠ બેઠકોમાં હોદ્દેદારોનો સગાવાદ ચાલ્યો છે. ઉમરેઠ પાલિકામાં એક જ ઘરમાં બે સભ્યોને ટિકિટ મળી છે. કેસરિયા કેમ્પમાં છેલ્લા ૭૨ કલાકથી રાત દિવસ ચાલી રહેલા આ કકળાટને કારણે ૩૧ જિલ્લા, ૨૩૧ તાલુકા અને ૮૧ નગરપાલિકાઓ એમ કુલ મળી ૩૪૩માંથી માંડ ૨૮૦ સંસ્થાઓમાં જ બધા જ ઉમેદવારો જાહેર થઈ શક્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે શુક્રવાર અને શનિવાર એમ બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે સરકારના મંત્રીઓ, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષો, મહામંત્રી સહિત પદાધિકારીઓને જે તે જિલ્લા, શહેરમાં ઉતારીને સમજાવટ કે બારોબાર મેન્ડેટ આપવા પડી રહ્યા છે.
પાંચ વર્ષ પહેલા પોતાના જ શહેર, ગામમાં ભાજપના કમળ ઉપર કોઈ ચૂંટણી લડવા તૈયાર નહોતુ ત્યારે સામેથી હાર, અપમાન અને પોતાના સગા- સમાજમાં તિરસ્કાર સહન કરીને ચૂંટણી લડેલા સેંકડો કાર્યકરો ત્રણેય માપદંડોમાં લાયક હોવા છતાંયે બાકાત રખાયા છે. જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક અર્ધશહેરી- ગ્રામિણ વિસ્તારોમાં દાયકાઓથી ભાજપ સાથે જોડાયેલા કાર્યકરોમાં પોતાનો ઉપયોગ થઈ ગયાની લાગણી પ્રવર્તી છે.
વડોદરામાં ગુરૂવારે મોડી સાંજે ઉમેદવારોની યાદીઓ જાહેર થતા જ ભાજપના કાર્યકરો ધુઆંપુંઆ થઈ ઉઠયા હતા. રાતે આઠેક વાગ્યે પંચાયતની દશરથ બેઠક ઉપર જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ મહામંત્રી કલ્પેશ પટેલે ભેગા મળીને રૂ.૧૧ લાખમાં કમળના નિશાન સાથે મનિષ પટેલને ટિકિટ વેચ્યાનો આક્ષેપ કર્યો હતો. એટલુ જ નહિ, ટિકિટ વહેંચણીમાં આ પ્રકારના ઘપલાબાજી સામે એકત્ર થયેલા કાર્યકરોએ ભારે હલ્લાબોલ કર્યો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.