કોંગ્રેસની બેઠક શરુ – શું શંકરસિંહની ઘર વાપસીની થઈ રહી છે તૈયારીઓ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં બાપુ 12 નવેમ્બરે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.

News Detail

કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદીને લઈને પ્રભારી રઘુ શર્માના ઘરે બેઠક શરૂ થઈ ગઈ છે. ત્યારે બીજીયાદીમાં નામોની સાથે સાથે કોંગ્રેસ શંકરસિંહ બાપૂના ઘરવાપસીના નામની પણ સરપ્રાઈઝ આપી શકે છે.

અત્યારે ચાલી રહેલી આ બેઠકમાં જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા સહિતના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસ પુત્ર મહેન્દ્રસિંહ બાદ શંકરસિંહના પુનઃ પ્રવેશ માટે કોંગ્રેસે તૈયારીઓ કરી રહ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતના રાજકારણમાં ફરી કોંગ્રેસમાં શંકરસિંહની ઘર વાપસી થઈ શકે છે. ચૂંટણી પહેલા આ નાવા જૂની ગમે ત્યારે થઈ શકે છે. તેમને અગાઉ કોંગ્રેસના નામના વોટ પણ માંગ્યા હતા.

શું બાપુના પુનઃ પ્રવેશ માટે પ્લાન તૈયાર

પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ બાપુના પુનઃ પ્રવેશ માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. 12 ડીસેમ્બરના રોજ શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા પ્રબળ બની છે. બાપુ પણ મળતી વિગતો અનુસારકોંગ્રેસમાં જોડાવા તૈયાર છે. વાઘેલા અને હાઈકમાન્ડ વચ્ચે જગદીશ ઠાકોર પોતે વાત ચલાવી રહ્યા છે. અગાઉ જો જે કે, કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને શંકરસિંહ વાઘેલા વચ્ચે પણ બેઠક થઈ છે.

મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં જોડાઈ શકે છે 
અગાઉ પ્રભારી રઘુ શર્મા શંકરસિંહ વાઘેલાના ઘરે જઈને બાપુને મળ્યા હતા. બાપુ સતત કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળે છે. બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં બાપુ 12 નવેમ્બરે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.