કમાને રાજ્કીયપાર્ટીના પ્રચાર માટેની એન્ટ્રીથી કોંગ્રેસના ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજ્કીય પાર્ટીઓ કેન્દ્રીય ટીમ હાલ ગુજરાતમાં ધામા નાખીને બેઠી છે અને ગુજરાત જુદા જુદા જિલ્લાઓમાં રોડ-શો સભાઓ ગજવી મતદારોને આર્કષવાનો પ્રયાસો કરી રહ્યા છે ત્રણેય પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકો મેદાનામાં ઉતારી દીધા છે જેમાં 1 ડિસેમ્બર પ્રથમ તબક્કાના મતદાન માટે 89 બેઠકો સ્ટાર પ્રચારક ધૂમ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તે વચ્ચે ગુજરાતના કિર્તીદાન ગઢવીના લોકડાયરથી પ્રખ્યાત થયેલો કમાની પણ રાજ્કીય પ્રચાર એન્ટ્રી થઇ હતી અને તે ભાવનગરના ભાજપના ઉમેદવાર જીતુવાઘાણીના સમર્થનમાં પ્રચાર કરતો જોવા મળ્યો હતો કમલેશ ઉર્ફે કમા ગુજરાત કોઇ સેલિબ્રિટી થી ઓછું નથી આજે સમ્રગ ગુજરાતમાં ઠેર -ઠેર કમાની ચર્ચાઓ થાય છે અને તેને લઇ ફરી એકવાર રાજનિતી તેજ થઇ છે

કોંગ્રેસના પાટણના ઉમેદવાર કિરીટ પટેલે કમાને લઇ નિવેદન આપ્યુ છે કિરીટના પટેલના શબ્દો તમે 27 વર્ષમાં વિકાસ કર્યો હોય તો કમાને ગ્રામ પંચાયત બનાવવું પડે અને જો કમો તેમને જીતાડી શક્તો હોય તો તેને ટિકિટ આપી ધારાસભ્ય બનાવોને અને ગુજરાતના મુખ્યમંત્રી બનાવો તો ગુજરાતનો વિકાસ થશે તેમજ કિરીટ પટેલે આરોપ લગાવતા કહ્યુ કે ભાજપ કમાનો રાજ્કીય દૂરઉપયોગ કરી રહી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.