કોંગ્રેસમાં બળવો કરવાનુ પરિણામ સચિન પાયલોટને ભોગવવુ પડ્યુ છે.કોંગ્રેસે તેમને રાજસ્થાન ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષપદેથી હટાવી દીધા છે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાએ આ જાહેરાત કરતા કહ્યુ હતુ કે, અમને એક વાતનો અફસોસ છે કે સચિન પાયલોટ અને કેટલાક ધારાસભ્યો તથા મંત્રીઓ ભાજપની ભ્રમજાળમાં ફસાઈને સરકાર ઉથલાવવાના ષડયંત્રમાં સામેલ થઈ ગયા હતા.
તેમણે કહ્યુ હતુ કે, સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં સચિન પાયલોટ તેમજ બીજા ધારાસભ્યો અને મંત્રીઓ સાથે સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો.કોંગ્રેસની ટોચની નેતાગીરીએ અડધો ડઝન વખત સચિન પાયલોટ સાથે વાત કરીને તેમને મનાવવા માટે પ્રયાસો કર્યા હતા.સોનિયા અને રાહુલ ગાંધીએ પણ અપીલ કરી હતી કે, તમામ દરવાજા ખુલ્લા છે.તમને મતભેદ હોય તો કોંગ્રેસની નેતાગીરીને કહો, આપણે બેસીને તેનુ નિરાકરણ લાવીશું.
સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, સચિન પાયલોટને નાની વયમાં જે રાજકીય શક્તિ કોંગ્રેસે આપી હતી તે કોઈને આપી નહોતી.26 વર્ષની વયે કોંગ્રેસે તેમને ટિકિટ આપ્યા બાદ તેઓ સાંસદ બન્યા હતા.32 વર્ષે કેન્દ્રીય મંત્રી અને 34 વર્ષે તેમને પ્રદેશ અધ્યક્ષ તથા 40 વર્ષે ડેપ્યુટી સીએમની જવાબદારી આપી હતી.સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો વ્યક્તિગત આશીર્વાદ તેમની સાથે હતો.એટલે તેમને આટલુ બધુ આપવામાં આવ્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.