છત્તીસગઢ (Chhattisgarh)ના કવર્ધાના બોડલના નગર પંચાયતમાં સભાપતિ ખાદ્ય અને નાગરિક આપૂર્તિ સ્વાસ્થ્ય અને ચિકિત્સા વિભાગ કૉંગ્રેસ નેતા ઓમપ્રકાશ શર્મા દ્વારા કોવિડ-19 વેક્સીન ને ધર્મ સાથે જોડવાનો મામલો સામે આવ્યો છે.
કૉંગ્રેસ નેતાએ આ મામલાનો હવાલો આપતા કહ્યું કે એક જાહેરહિતની અરજી ઔરંગાબાદ હાઇકોર્ટમાં ડૉ. વિલાસ જગદાલે વિરુદ્ધ ભારત સરકાર (15232,2019) દાખલ છે. જ્યાં વેક્સીન કોર્ટ સ્ટેબલિશ કરીને ધર્મના આધાર પર છૂટ મળે, જે અમેરિકામાં 1976થી લાગુ છે, જે અહીં પણ લાગુ કરીને છૂટ આપવામાં આવે.
કૉંગ્રેસ નેતાનું કહેવું છે કે ભારતના બંધારણના આર્ટિકલ 25માં પણ તેની જોગવાઈ છે. સાથોસાથ વેક્સીનની સાઇડ ઇફેક્ટ્સ પણ વધારે રહે છે. તેની ઓથેન્ટીસિટી સુપ્રીમ કોર્ટના મહેતા વિરુદ્ધ ભારત સરકાર કેસ સામે છે. કોવિડ વેક્સીનને લઈ કોઈ પણ પ્રકારની બળજબરી નથી. જો આપને લાગે છે તો વેક્સીન લો, નહીં તો કોઈ વાત નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.