રાજસ્થાનઃ 23 મહિલાઓનો ગેંગરેપ કરીને બેશરમ બન્યો કોંગ્રેસ નેતા, બોલ્યો- ‘આટલા માટે બોલાવીતીતી’

રાજસ્થાનના સિરોહીમાં કોંગ્રેસ નેતાના સેક્સકાંડમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. આગળ પણ શારીરિક સંબંધ બાંધવા માટે આરોપીઓએ અશ્લિલ વીડિયો ઉતાર્યો હતો.

રાજસ્થાનના સિરોહીમાં કોંગ્રેસ નેતાનો મોટો સેક્સકાંડ સામે આવ્યો
આંગણવાડીની નોકરીને બહાને બોલાવીને મિત્રો સાથે 23 મહિલાઓ સાથે કર્યો ગેંગરેપ
શારીરિક સંબંધ બાંધવા માટે વીડિયોથી કરી બ્લેકમેલ

રાજસ્થાનના સિરોહીમાં કોંગ્રેસ નેતાનો મોટો સેક્સકાંડ સામે આવ્યો છે. આરોપ છે કે સિરોહી મ્યુનિસિપલ કાઉન્સિલના ચેરપર્સન અને કોંગ્રેસ નેતા મહેન્દ્ર મેવાડા અને ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલ કમિશનર મહેન્દ્ર ચૌધરીએ 23 મહિલાઓને આંગણવાડીની નોકરીને બહાને બોલાવીને 10 મિત્રો સાથે મળીને ગેંગરેપ કર્યો હતો. આટલું જ નહીં પરંતુ આગળ પણ આવું ગંદુ કામ કરવા મળે એટલે ગેંગરેપનો વીડિયો પણ બનાવ્યો હતો અને 5-5 લાખ માગ્યાં હતા.નોકરી માટે બોલાવી, દારુના અડ્ડા પર રોકાવી
પાલી જિલ્લાની એક મહિલાએ સિરોહી પોલીસમાં ફરીયાદ આપતાં આ આખો કાંડ સામે આવ્યો હતો. પીડિતાનું કહેવું છે કે બે-ત્રણ મહિના પહેલા તે પોતાની સહેલીઓ સાથે સિરોહી આંગણવાડીમાં કામ કરવા માટે આવી હતી. આ દરમિયાન સિરોહી મ્યુનિસિપલ કાઉન્સિલે ચેરમેન મહેન્દ્ર મેવાડા અને તત્કાલીન કમિશનર મહેન્દ્ર ચૌધરી સાથે મુલાકાત કરી હતી. બંનેએ પોતાના એક પરિચિતના ઘરે તેમને રોક્યા અને ખાવા-પીવાની વ્યવસ્થા કરી. આ દરમિયાન બંનેએ ભોજનમાં ડ્રગ્સ ભેળવીને પોતાના સાથીઓ સાથે મળીને મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાઓને દારુના અડ્ડા નજીકના ઘરમાં રાખ્યાં હોવાનો આરોપ પણ છે.ગેંગરેપ બાદ બોલ્યો આરોપી- આ કામ કરવા છેતરીને બોલાવી
પીડિતાએ કહ્યું કે, જ્યારે તમામ મહિલાઓ ભાનમાં આવી તો બધાએ ચેરમેન અને કમિશનરને પૂછ્યું, પછી આ મામલો સામે આવ્યો. તેમણે પોતાના સાથીઓ સાથે હસીને કહ્યું કે આ કામ માટે અમે તમને છેતરીને અહીં બોલાવ્યા છે. તે બધા નશાની હાલતમાં હતા. પીડિતાનો આરોપ છે કે આ લોકો વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે પુરુષો મહિલાઓ પાસેથી 5 લાખ રૂપિયાની માંગ કરી રહ્યા છે અને વારંવાર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રહ્યા છે. એટલું જ નહીં, વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધવાનું પણ દબાણ કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.