કોંગ્રેસ નેતાએ વિકાસ દુબેની ધરપકડ પર ઉઠાવ્યા પ્રશ્ન, શિવરાજ સરકાર પાસે માગ્યો આ જવાબ

હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની ધરપકડની સાથે જ રાજનીતિ તેજ થઈ ગઈ છે. અહીં પક્ષ-વિપક્ષનો દોર શરૂ થઈ ગયો છે અને તમામ ધરપકડ પર પોતાની-પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક આવી જ પ્રતિક્રિયા કોંગ્રેસ નેતા કે કે મિશ્રાએ આપી છે. તેમણે સીએમ શિવરાજ પર નિશાન સાધતા કહ્યુ કે મહાકાલમાં આવવાથી કોઈના પાપ ધોવાઈ જવાના નથી.

પ્રશ્ન એ છે કે મહાકાલ (ઉજ્જૈન) સુધી તે પ્રદેશની કઈ સરહદમાંથી ઘૂસ્યો? મંદિર પ્રવેશ ઓનલાઈન છે. આધાર કાર્ડ કોનુ છે? શુ આટલા કુખ્યાત આરોપીને એક સશસ્ત્ર સુરક્ષાકર્મી પકડી શકે છે? આપ ટ્વીટ નહીં સ્પષ્ટતા આપો.

ઉલ્લેખનીય છે કે વિકાસ દૂબેએ આજે ઉજ્જૈનમાં સરેન્ડર કર્યું છે. બુધવારના રોજ વિકાસ દૂબેના વિશ્વાસુ અમર દૂબેને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો જ્યારે આજે તેના વધુ બે સાગરિતોનું એન્કાઉન્ટર કરવામાં ઠાર મારવામાં આવ્યાં છે.

વિકાસ દુબેને મહાકાલેશ્વર મંદિરની રસીદ ફડાવી અને ત્યાર બાદ સરેન્ડર કર્યું. હાલ સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી છે. યુપી પોલીસે વિકાસ દુબેની ધરપકડની પુષ્ટી કરી છે. સરેન્ડરના સમાચાર મળતા એસટીએફની ટીમ ઉજ્જૈન રવાના થઇ ગઇ છે.

વિકાસ દુબેએ સ્થાનિક મીડિયાને પોતાના સરેન્ડરની સૂચના આપી હતી. જે બાદ ઉજ્જૈનના મહાકાલ સ્ટેશન પાસે સ્થાનિક પોલીસ સમક્ષ સરેન્ડર કર્યુ. મહાકાલ મંદિરમાં ફરજ બજાવતા હોમગાર્ડના જવાને દર્શન કરવા માટે આવેલા વિકાસ દૂબેને જોઈ લીધો હતો. હોમગાર્ડના જવાને આ અંગેની જાણકારી પોલીસને આપી હતી.

જાણકારી અનુસાર મધ્યપ્રદેશ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પોતે યુપી સીએમ યોગી આદિત્યનાથને ફોન કરીને ધરપકડ વિશે જાણકારી આપી છે. યુપી પોલીસ જલ્દી જ વિકાસની કસ્ટડી માગી શકે છે. વિકાસ દુબેના ટ્રાન્ઝિટ રિમાન્ડ માગવાના સમાચાર પણ ચર્ચામાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.