દ્વારકા ખાતે કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિરનો આજથી પ્રારંભ થયો છે. કોંગ્રેસના નેતાઓ વિધાનસભાની ચૂંટણી પહેલા દ્વારકા ખાતે ચિંતન કરી રહ્યા છે. જોકે, આ જ સમયે ભાજપે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ગઢમાં ગાબડું પાડ્યું છે. અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના વિસ્તારના આગેવાનો ભાજપમાં જોડાયા છે.
ભારતીય જનતા પાર્ટીમાં શિક્ષણ મંત્રી કિર્તીસિહ વાઘેલાના હસ્તે જોડાઈ કેસરીયો ધારણ કર્યો. કાંકરેજ તાલુકાના કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્યો ઉપપ્રમુખ સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા. શિક્ષણ મંત્રી કિર્તીસિહ વાઘેલાની ઉપસ્થિતિમાં કેસરીયો ધારણ કર્યો.અને કાંકરેજમાં તાલુકા કોંગ્રેસમાં પાડ્યું ભાજપે ગાબડું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.