શહેરમાં સેવા, શાંતિ અને સુરક્ષા જાળવવાનું કાર્ય પોલીસ કરે છે. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરવામાં આવે છે પરંતુ જ્યારે પોલીસ કોર્પોરેટરની જ ફરિયાદ ન સાંભળે તો પછી પ્રજાનું તો શું થવાનું ? આવુ જ બન્યુ છે અમદાવાદમાં . પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવતી ન હોવાના આક્ષેપ હેઠળ અમદાવાદના કોંગી કાઉન્સિલર ધરણાં પર બેઠા. તેઓની આક્ષેપ છે કે અસામાજિક તત્વો દ્વારા તેમને પરેશાન કરવામાં આવે છે પરંતુ પોલીસ ફરિયાદ નોંધતી નથી.અને મહિલા કોર્પોરેટરે પોલીસ સ્ટેશનમાં બેસીને ફરિયાદ નોંધાય તે માટે 12 કલાક સુધી ધરણા પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવ્યો હતો.
બહેરામપુરાના કાઉન્સિલર કમળાબેન ચાવડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અસામાજિક તત્વો દ્વારા કાઉન્સિલર પદ પરથી રાજીનામુ આપવા માટે દબાણ કરવામાં આવે છે. તેમજ અસમાજિક તત્વો દ્વારા વારંવાર દબાણ કરવામાં આવી રહ્યું છે. કમળાબેને આક્ષેપ લગાવતા વધુમાં જણાવ્યું કે દાણીલીમડા પોલીસ દ્વારા મારી ફરિયાદ લેવામાં આવતી નથી.ઇમરાન બુલેટ રાજા નામના ઇસમ દ્વારા મને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહી લે ત્યાં સુધી હું ધરણાં પર બેસીશ તેમ જણાવ્યું હતું.અને સાથે પોલીસ પર પણ આક્ષેપ લગાવ્યો હતો કે પોલીસ રાજકીય પ્રેશરને કારણે કાર્યવાહી કરતી નથી.
કમળાબેને જણાવ્યું કે છેલ્લા એકાદ વર્ષથી અસામાજિક તત્વો હાથ ધોઇને મારી પાછળ પડી ગયા છે. મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. હું છેલ્લા 5 વર્ષથી કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું. વારે ઘડીએ મારા માટે સોશિયલ મીડિયામાં જેમફાવે તેમ લખે છે. મારા ફોટા સાથે વીડિયો પણ મૂકીને મારા વિરુદ્ધમાં ફાવે તેમ લખવામાં આવે છે. બપોરે એક વાગ્યાથી રાતે 1 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હું બેસી રહી પરંતુ મારી ફરિયાદ લેવામાં આવતી નથી. અને તેઓએ વધુમાં જણાવ્યું કે પોલીસ મારી ફરિયાદ લખી રહી હતી પરંતુ કોઇકનો ફોન આવ્યો અને મારી ફરિયાદ લખવાનું બંધ કર્યુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.