કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરે, તે પહેલાં જ છાનેમાને, ઉમેદવારોને મેન્ડેટ આપવાનું, કરી દીધું છે શરૂ

ગુજરાત કોંગ્રેસ છેલ્લી ઘડીએ પણ નામો જાહેર કરી શકી નથી, તોડફોડ અને ભડકો થાય તેવા ડરે કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરે તે પહેલાં જ છાનેમાને ઉમેદવારોને મેન્ડેટ આપવાનું શરૂ કરી દીધું છે

હંગામો થવાની ભીતિને પગલે કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી નામો જાહેર કરવાનું ટાળ્યું હતું. બીજી તરફ કોંગ્રેસ ભવનમાં તોફાન મચે તેવી ભીતિને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે શનિવારે છેલ્લો દિવસ છે, જોકે કોંગ્રેસ શુક્રવારની મોડી સાંજ સુધી પણ ઉમેદવારોના નામો જાહેર કરી શકી નહોતી, ઉમેદવારો અને તેમના સમર્થકો યાદી જાહેર થવાની રાહમાં દિવસભર કોંગ્રેસ કાર્યાલયે ધામા નાખ્યા હતા, જોકે ભારે રાજકીય હુંસાતુંસીના કારણે ઢીલી પ્રદેશ નેતાગીરી શુક્રવાર મોડી સાંજ સુધી ઉમેદવારોના નામ જાહેર કરી શકી નહોતી.

સૂત્રો કહે છે કે, જે ઉમેદવારો ફાઈનલ થયા છે તેમને ફોર્મ ભરવા, એફિડેવિટ સહિતની તૈયારી કરી લીધી છે, છેલ્લી ઘડીએ ફોર્મ ભરવામાં ગરબડ ના થાય તેની તકેદારી રખાઈ છે

બારોબાર મેન્ડેટ મળી ગયાની વાત ફેલાતાં ટિકિટથી વંચિત દાવેદારો સમર્થકો સાથે નેતાને ત્યાં રજૂઆતો કરવા દોડી ગયા હતા.

ગુજરાત કોંગ્રેસે શુક્રવારે બપોરે ભાવનગર મનપા માટે ૨૪ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

કોંગ્રેસ ભવન ઉપર શુક્રવારે સાંજે અસારવા વોર્ડમાં સ્થાનિકને ટિકિટ આપવામાં આવે તેવી માગણી સાથે કાર્યકરોના ટોળાએ દેખાવો, નારેબાજી કરી હતી.

અમદાવાદમાં જૈનિક વકીલ અને વડોદરામાં કેયૂર રોકડિયાને ટિકિટ અપાઈ છે. કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે, સરકારે એફઆરસીમાં હોદ્દેદારો મૂક્યા હતા, શિક્ષણ ફી નક્કી કરવામાં આ બંને લોકોએ સંચાલકોનું હિત જોયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.