કોંગ્રેસીયાઓએ ગુજરાતને નજર લગાડવાનું કામ કર્યું, મેધા પાટકર પાસે હિસાબ લેવાનો બાકી – અમિત શાહ

આજે અમિત શાહનો ગુજરાતનો બીજા દિવસનો પ્રવાસે છે ત્યારે તેમને ઝંઝાવાતી પ્રચારને આગળ વધારતા ખંભાળીયા બેઠક પરથી જનસભાને સંબોધન કર્યું હતું.

News Detail

આજે અમિત શાહનો ગુજરાતનો બીજા દિવસનો પ્રવાસે છે ત્યારે તેમને ઝંઝાવાતી પ્રચારને આગળ વધારતા ખંભાળીયા બેઠક પરથી જનસભાને સંબોધન કર્યું હતું. વિકાસ થકી ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. અનેક કામો હર્ડલ વચ્ચે પણ ભાજપ સરકારે કર્યા છે. ખંભાળીયા સૌથી વધુ વિકાસ પામતો મત વિસ્તાર છે. ગુજરાત સરકારે વિકાસના અનેક કામો કર્યા છે. 69 હજાર ઘરોમાં સૌચાલય બનાવવાનું કામ કર્યું. પોરબંદર અને દ્વારકા વચ્ચે 6 લેન રોડ બનાવવાનું કામ કર્યું છે. દ્વારકામાં શિવરાજપુર બ્રીજને નવી ઓળખ અપાવી છે. આ સિવાય અનેક કામો અહીં થયા છે. તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે

કપાસના ભાવો જે તમને મળે છે તેમાં આવી વ્યવસ્થા વર્ષો પછી થઈ છે. કોંગ્રેસીયાઓ ગુજરાતને નજર લગાવવાનું કામ કર્યું છે. મેધા પાટકર પાસે હિસાબ લેવાનો છે. વર્ષો સુધી ડેમ બાંધવા ના દીધો. મેધા પાટકરે લોકોને તરસ્યા રાખવાનું કામ કર્યું છે. તેમ આક્ષેપ પણ કર્યા હતા.

આ સાથે વધુમાં કહ્યું કે, નરેન્દ્ર મોદીએ દેશનું સન્માન વધારવાનું કામ કર્યું છે. યુક્રેનમાં આપણા 35 હજાર વિદ્યાર્થીઓ ફસાયા છે. નરેન્દ્ર મોદીના કહેવાથી ત્રણ દિવસ યુદ્ધની તોપના નાળચા બંધ કરી, ભારતના વિદ્યાર્થીઓને પાછા લાવવાનું કામ કરાયું છે. નરેન્દ્રભાઈના ગુજરાતમાં વિકાસના કામો થયા છે. તમારા આધારે ગુજરાત બાદ કેન્દ્રમાં 2024માં ફરી સરકાર બનાવવાનો નિર્ધાર છે. ગુજરાતની જનતાને ભાજપના આશીર્વાદ મળ્યા છે. ખંભાળીયામાં જે કસર છે તે પૂરી કરવાની છે. આ સાથે તેમણે અહીંના દ્વારકા અને જામ ખંભાળીયાના ઉમેદવારોને વોટ આપવા માટે પણ વિનંતી કરી હતી.

અમિત શાહ ખંભાળિયા બાદ આ વિધાનસભા વિસ્તારમાં રહેશે પ્રવાસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 4 જિલ્લામાં ચૂંટણીસભાને સંબોધશે. આજે તેમને દ્વારકાના ખંભાળિયા ખાતે સભા કરી હતી હવે ત્યાંથી તેઓ બપોરે ગીરસોમનાથના કોડીનાર, બપોરે 3.00 વાગે જૂનાગઢના માળિયા હાટીના જશે અને ત્યાંથી સાંજે 6.30 વાગે ભુજમાં જાહેરસભાને સંબોધશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.