કેન્દ્રની મોદી સરકાર દ્વારા નેહરૂ મેમોરિયલ મ્યૂઝિયમ એન્ડ લાયબ્રેરીને સંપૂર્ણ રીતે કોંગ્રેસ મુક્ત કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર દ્વારા મંગળવારે મોડી રાતે મેમોરિયલના નવા સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા નેહરૂ મેમોરિયલ અને લાયબ્રેરી (NMML) સોસાયટીનું પુનઃરચના કરી છે. નેહરૂ મ્યૂઝિમ સોસાયટીમાંથી કોંગ્રેસના ત્રણ નેતાઓને બહારનો રસ્તો બતાવામાં આવ્યો છે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની એન્ટ્રી થઇ છે.
નેહરૂ મ્યૂઝિયમ સોસાયટીમાંથી કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે, કરણ સિંહ અને જયરામ રમેશને બહારનો રસ્તો બતાવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસના આ નેતાઓની જગ્યાએ ભાજપના અનિર્બન ગાંગૂલી, ગીતકાર પ્રસૂન જોષી તેમજ પત્રકાર રજત શર્માનો સમાવેશ કરાયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સોસાયટીના અધ્યક્ષ છે. નેહરૂ મેમોરિયલ મ્યૂઝિયમ અને લાયબ્રેરી દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂની યાદમાં બનાવામાં આવી હતી. આ સોસાયટીના ઉપાધ્યક્ષ રાજનાથસિંહ છે, જ્યારે ગૃહ મંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર સોસાયટીના સભ્ય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.