કોંગ્રેસના નેતા ભરતસિહ સોલંકીએ વાઇરલ વિડીયો બાબતે શું કયોઁ ખુલાસો,જાણો વિગત

ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી  ભરતસિંહ સોલંકીની તબિયત અત્યંત ખરાબ હોવાના દાવા સાથે એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ભરતસિંહ સોલંકી બિલકુલ ઓળખાય નહીં એવી સ્થિતીમાં દેખાઈ રહ્યા છે. ભરતસિંહના શરીરમાં ઠેર ઠેર નળીઓ લગાવેલી છે અને ફિઝિયોથેરાપિસ્ટ તેમને હાથ ઉંચ કરીને કસરત કરાવી રહ્યા છે.

આ વીડિયો વાયરલ થતાં કોંગ્રેસનાં વર્તુળોમાં ભરતસિંહની તબિયત અંગે ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી. જો કે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી છે કે, આ વિડીયો 20 દિવસ જૂનો છે અને હાલમાં ભરતસિંહને કસરત કરાવવામાં આવી રહી છે. ભરતસિંહ હાલ વહીલચેર પર અવરજવર પણ કરી રહ્યા છે. ચાવડાએ કહ્યું કે, આ ફિઝિયોથેરાપીની સારવાર  બાદ કિડનીની પણ સમસ્યા થઈ હતી પણ તે પણ હવે રિકવરી તરફ છે તેથી તેમની તબિયત અંગે કોઈ ચિંતા કરવા જેવું નથી.

કોરોના થતાં વડોદરાની હોસ્પિટલમાં દાખલ થયેલા ભરતસિંહ સોલંકીની તબિયત કથળી જતાં તેમને અમદાવાદ લવાયા હતા. અમદાવાદમાં તેમની તબિયત વધારે બગડતાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા હતા પણ હવે તેમની તબિયતમાં સુધારો નોંધાયો છે.

હોસ્પિટલ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભરતસિંહ સોલંકી સતત 50 દિવસથી વધુ હોસ્પિટલમાં હોવાથી હાલ ફિઝિયોથેરાપી દ્વારા કસરત કરાવીને સારવાર શરૂ કરવામાં આવી છે. તેમને બીજી કોઈ તકલીફ પણ નથી એ જોતાં ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સંપૂર્ણ રિકવર થયા બાદ ડિસ્ચાર્જ આપવામાં આવશે. ટૂંક સમયમાં જ ભરતસિંહ સોલંકીને કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી બાદ તરત ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેથી તેમને હોસ્પિટલમા દાખલ કરાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.