કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ સોમવારે ફરી એકવાર મોદી સરકારની પ્રશંસા કરી છે
તેમણે કહ્યું કે, સંકટ સમયમાં દેશ એકસાથે રહ્યો, ભારતે પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિસ્તાર કર્યો છે અને હું તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને શુભકામના આપું છું કારણ કે તેમણે એ માટે મળીને કામ કર્યું. તે સમયે દેશ સંકટમાં હતો.
પહેલો ત્રિમાસિક ગાળો અર્થવ્યવસ્થા માટે સૌથી ખરાબ હતો કારણ કે તેની GDP પર પ્રતિકુળ અસર પડી. શર્માએ કહ્યું કે, અમને આશા છે કે અન્ય બે ક્વાટરમાં પણ રિકવરિનું સંતુલ જળવાય રહેશે.
આનંદ શર્મા કોંગ્રેસના એ 23 અસંતુષ્ટ નેતાઓના ગૃપનો હિસ્સો હતા જેમણે આ વર્ષની શરૂઆતમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. તેમાં કોંગ્રેસમાં સંગઠનમાં પૂર્ણ ફેરફારની માંગ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.