યુએઈમાં ધડાયું હતું ગુજરાતમાં ડ્રગ્સ ધૂસાડવાનું કાવતરું

ગુજરાતમાં (GUJARAT) ડ્રગ્સની (DRUGS) હેરાફેરી મામલે રાજ્યની (STATE) પોલીસ (POLICE) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સૌરાષ્ટ્રના (SAURASHTRA) મોરબી (MORBI) જિલ્લાના ઝીંઝુડા ગામે ગુજરાત એટીએસની (ATS) ટીમે દરોડા પાડી એક મકાનમાંથી ૧૨૦ કિલો ₹.૬૦૦ કરોડ રુપિયાનું હેરોઈન (HEROIN) ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.

પાકિસ્તાનથી દરિયાઈ માર્ગ આ હિરોઈન ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાન મધદરિયેથી ડીલેવરી લઇ દ્વારકામાં છુપાવવામાં આવ્યું હતું. જે બાદ મોરબી ઝીંઝુડા ગામે મકાનમાં છુપાવ્યું હતું.

આ મામલે આજના મહા પવિત્ર રાજ્યના પોલીસ વડા આશિષ ભારતીય પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ નું મોટું ઓપરેશન છે ગઈકાલે મોડી રાત્રે બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે રહેતા સમદુદ્દીન હુસૈનમીયાં સૈયદ ઉર્ફ પીરજાદા બાપુનાં નવા બની રહેલાં મકાનમાં દરોડા પાડી ૧૨૦ કિલોગ્રામ હેરોઈનનો જથ્થો જપ્ત કરેલ છે. આ કન્સાઈન્મેન્ટની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ૬૦૦ કરોડ રૂપિયા છે તેમ પ્રેસ કોન્ફરન્સ શરુ કરતાં ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યું હતું.

એટીએસએ પ્રાથમિક પૂછપરછ દરમિયાન મળેલી માહિતી પ્રમાણે જપ્ત કરાયેલા માલ ગુલાબ , જબ્બાર, તથા ઈસા રાવ જોડીયા નાઓ એ પાકિસ્તાનનાં ઝાહિદ બશીર બલોચ પાસેથી પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મંગાવેલ હતું. જેની ડિલિવરી તેઓએ ઓકટોબર ૨૦૨૧નાં થેલ્લાં અઠવાડિયામાં લીધી હતી.

તેઓએ દેવભૂમિ દ્નારકાનાં દરિયા કિનારે કોઈ જગ્યાએ સંતાડેલ હતું. બાદમાં તેઓ મોરબી જિલ્લનાં ઝીંઝુડા ગામમાં કોઠાવાળા પીરની દરગાહ પાસે આવેલ સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદના નવા બની રહેલાં મકાનમાં સંતાડયું હતું.આ સંદર્ભે એટીએસ એ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.