અમરોહા: દિલ્હીમાં હિંસા દરમિયાન ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB) ના કોન્સ્ટેબલ અંકિત શર્માની હત્યા મામલે આરોપી અને આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ દિલ્હી નગર નિગમના કાઉન્સિલર તાહિર હુસૈન મૂળ ઉત્તર પ્રદેશના અમરોહાનો છે. 20 વર્ષ પહેલાં તે તેના ગામ પૌરારાથી મજૂરી કરવા દિલ્હી આવ્યો હતો. પોલીસને તાહિરના ઘરની છત પરથી પેટ્રોલ બોમ્બ, એસિડના પાઉચ અને ગીલોલ મળ્યા હતા. આ વાત હવે તેના ગામમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
અમરોહાના કોતવાલી હસનપુર ડિસ્ટ્રિક્ટના ગામ પૌરારામાં રહેતો તાહિર 20 વર્ષ પહેલાં દિલ્હી મજૂરી કરવા આવ્યો હતો. તાહિર તેના પાંચ ભાઈઓમાં સૌથી મોટો છે. ગામમાં ખેતી માટેની જમીન કે અન્ય રોજગાર ન હોવાના કારણે તે દિલ્હી મજૂરી કરવા આવ્યો હતો. જોકે પછી તે કદી વળીને તેના ગામ નથી ગયો. મજૂરી કરીને ભરષ પોષણ થતુ હોવાથી પછી તાહિર તેના પિતા કલ્લુ ઉર્ફે કલ્લન સૈફી સહિત આખા પરિવારને દિલ્હી લઈ આવ્યો હતો.
દિલ્હીમાં તાહિરે વેપાર સ્થાપિત કર્યો અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સાથે સારા સંબંધો હોવાના કારણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ટૂંક સમયમાં જ તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પર કાઉન્સિલર બની ગયા હતા. હાલમાં તાહિર અંદાજે 18 કરોડની સંપત્તિનો માલિક છે. 8મું પાસ તાહિરે 2017માં પહેલીવાર ચૂંટણી લડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.