તાતા અને એરબેસ વચ્ચે C-295 મિલિટરી વિમાનનાં નિમાઁણ માટે ૨૨,૦૦૦ કરોડનો કરાર..

તાતા એડવાન્સ્ડ સિસ્ટમ અને એરબસ ડિફેન્સ સાથે મળીને ઈન્ડિયન એરફોર્સ માટે ૫૬સી -૨૯૫ મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાનનું ઉત્પાદન કરશે.રૂપિયા ૨૨૦૦૦ કરોડનાં આ સોદા અંતર્ગત એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ અને તાતા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ આગામી ૧૦ વષઁમાં કુલ ૫૬ માંથી ૪૦ વિમાનનું ભારતમાં નિમાઁણ કરશે.

જયારે ૧૬ વિમાનની આગામી ૪૮ મહિનામાં એરબેસ દ્નારા એરફોર્સને સીધી ડિલિવરી આપશે. બે સપ્તાહ પહેલાં જ કેન્દ્રીય કેબિનેટની સુરક્ષા બાબતોની કમિટીએ આ કરારને લીલી ઝંડી બતાવી હતી.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s

૨૦૦૦ કિમી સુધી ઉડાન ભરી શકે. ૬ ટન વજન વહન કરવાની ક્ષમતા સતત ૧૧ કલાક ઉડાન ભરવાની ક્ષમતા એકસાથે ૭૧ જવાન, ૫૦ પેરાટુપસઁ અને પાંચ પેલેટ લઈ જવાની ક્ષમતા તમામ પ્રકારનાં હવામાનમાં વિવિધ પ્રકારની ભૂમિકા ભજવવામાં સક્ષમ નાઈટ કોમ્બેટ મિશનોમાં સફળ ભૂમિકા ભજવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.