Consumer Helpline: જો દુકાનદાર તમને જૂનો સામાન આપી રહ્યો છે અથવા નુકસાન થયેલ સામાન પરત કરવાનો ઇનકાર કરી રહ્યો છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો.
ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દુકાનમાં ઘણી બધી વસ્તુઓને લઈને દલીલ કરે છે, સામાન્ય
રીતે આવી ચર્ચામાં દુકાનદાર જીતી જાય છે.
સામાન્ય રીતે આ ચર્ચા માલની ગુણવત્તા, તેને પરત કરવા અથવા નિયત કિંમત કરતાં વધુ વસૂલવાની હોય છે.
ઘણી વખત દુકાન માલિક ઠંડા પીણા કે તેના જેવી વસ્તુઓ પર રૂ. 5 કે 10 વધારાનો ચાર્જ લે છે, પરંતુ જ્યારે પૂછવામાં આવે તો તેને ફ્રીજ ચાર્જ તરીકે ગણાવે
જો તમારી સાથે ક્યારેય આવું થાય, તો તમારે તરત જ તેનો વિરોધ કરવો જોઈએ અને જો તમે સંમત ન હોવ તો દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ કરો.
જો તમને MRP કરતા વધારે કિંમતે કોઈ વસ્તુ આપવામાં આવી રહી છે, તો તમે ગ્રાહક હેલ્પલાઈનના વોટ્સએપ નંબર 8800001915 અને ટોલ ફ્રી નંબર 1915 પર તેની ફરિયાદ કરી શકો છો.
તમારે તરત જ દુકાનદારને જાણ કરવી જોઈએ કે તમે ગ્રાહક હેલ્પલાઈનમાં તેના વિશે ફરિયાદ કરી રહ્યાં છો, ઘણા દુકાનદારો તમને તરત જ MRP પર સામાન આપશે.
ફરિયાદ બાદ આરોપી દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવે છે અને તપાસ બાદ દંડ પણ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.