ગુજરાતના DGVCLના ગ્રાહકોને વધુ એક મોંઘવારીનો ફટકો વીજબિલમાં પ્રતિ યુનિટ 10 પૈસાનો ભાવવધારો…

હવેથી રાજ્યમાં DGVCLના ગ્રાહકોએ વીજબિલ વધુ ચૂકવવું પડશે. DGVCLએ પ્રતિ યુનિટ 10 પૈસાનો વધારો કર્યો છે અને DGVCLએ ફ્યુલ ચાર્જમાં પણ વધારો કર્યો છે. DGVCLએ 200 યુનિટે 20 રૂપિયાનો વધાર્યો કર્યો છે. આભાવ વધારો નવા બિલથી અમલમાં મુકાશે.

DGVCLએ સિડેન્શિયલ અને કોમર્શિયલ મીટરોમાં ભાવવધારો કર્યો છે. આ ભાવ વધારો નવા બિલથી અમલમાં મુકાશે અને આ ભાવ વધારાથી DGVCLના 32 લાખ ગ્રાહકો પર 270 કરોડનો બોજો પડશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દિનપ્રતિદિન દરેક વસ્તુઓમાં ભાવવધારો થઇ રહ્યો છે. કારણ કે હજુ ગઇકાલે જ અદાણી દ્વારા PNGના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે અને અદાણી PNG દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે . CNGમાં ભાવ વધારો બાદ હવે પીએનજીના પણ ભાવ વધારી દીધા છે. અદાણી ગેસે PNG માં પણ 89.60 રૂપિયાનો ભાવવધારો ઝીંક્યો છે અને જે ભાવવધારો ગઇકાલથી જ લાગુ થઇ ગયો છે.અદાણી PNGનો નવો ભાવ 1.50 MMBTU સુધી વપરાશ પર રૂપિયા 1514.80 નવો ભાવ લાગુ થશે. 1.50 MMBTU કરતા વધુ વપરાશ પર 1542.80 રૂપિયા નવો ભાવ લાગુ પડશે અને મહત્વનું છે કે અદાણી ગેસ દ્વારા જુલાઇમાં પણ પીએનજીમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જુલાઇમાં PNG માં 28 રૂપિયાનો ભાવવધારો સ્લેબમાં ઝીંક્યો હતો.

એક તરફ જનતા કમરતોડ મોંઘવારીથી પરેશાન છે અને જરૂરિયાતની વસ્તુઓ પર GST લગાવી દેતા ભાવ વધારાથી જનતા પરેશાન થઇ ગઇ છે. દૂધ, દહીં, લોટ, અનાજ સહિતની તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓ મોંઘી દાટ થઇ ગઇ છે અને એમાંય વળી અદાણી PNG અને DGVCLએ અનુક્રમે ગેસ અને વીજબિલમાં ભાવવધારો કરતા જનતાએ મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.