ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં માર્ગ-મકાન , સિંચાઈ, પંચાયત, પાણી,આરોગ્ય, જનસેવા સહિતના માળખાગત કામોના કોન્ટ્રાક્ટ અપાયા પછી જેટલી એજન્સી કામો પૂર્ણ કરતી નથી તેમજ ગેરેન્ટી પિરિયડમાં છે, તે કામો કર્યા નથી એવી એજન્સીઓ સામે રાજ્ય સરકાર દ્વારા અપાયેલી માર્ગદર્શિકા મુજબ નોટિસ આપીને આવી એજન્સીઓને બ્લેકલિસ્ટમાં મુકવા અંગે જરૂરી દરખાસ્તો કરવા કલેક્ટર અરુણ મહેશ બાબુએ ફરિયાદ-સહ-સંકલન મિટિંગમાં સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના નિકાલ અર્થે માર્ગદર્શન આપતા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે જેને ત્રણ નોટિસ અપાઇ ગઇ છે અને એવી એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવા દરખાસ્ત કરવાની રહેશે. તથા અંગે હાથ ધરાયેલી કાર્યવાહીનો અહેવાલ પણ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું .બાકીની એજન્સીઓને સમયસર કામ પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી.
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, જસદણ તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં વિજ ટ્રાન્સફોર્મર હટાવવા મુદ્દે થયેલી ચર્ચા નાયબ કલેક્ટરે અન્ય શાળા કે આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડની અંદર આવી સ્થિતિ હોય તો વગર રજૂઆતે જોખમી વાયર કે ટ્રાન્સફોર્મર તાત્કાલિક હટાવવા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.
સરકારે જણાવ્યું હતું કે, આ ઉપરાંત રાજકોટથી એમ્સ હોસ્પિટલ સુધી જવા માટે એસ. ટી. શરૂ કરવા સંબંધિત વિભાગ ને સૂચના આપવામાં આવી હતી. અને જુદા જુદા કામો કરવા માટે જમીન પર દબાણ હોય તે દબાણ તાત્કાલિક અસરથી દૂર કરવા માટે આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. જિલ્લાના ધારાસભ્યોના પ્રશ્નો સાંભળી તેનો ત્વરિત નિકાલ કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્યો કુંવરજી બાવળીયા, લાખા સાગઠીયા, લલીત વસોયા, લલીત કગથરા તેમજ મહંમદ જાવેદ પીરઝાદા તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઇ સહિતના અગ્રણીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.