ગુજરાત સહિત સુરતમાં કોરોના વાયરસ (corona virus) ના સંક્રમણને ધ્યાને લઇ સંપૂર્ણપણે લૉકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વહેલી સવારથી સુરતના અનેક વિસ્તારોમાં લૉકડાઉન (Gujarat lockdown) ની અસર જોવા મળી છે. જોકે કેટલાક સ્થળે લોકો પણ નીકળ્યા હતા. શહેરમાં લૉકડાઉનની સ્થિતિ જોવા પોતે સુરત (surat) ના જિલ્લા કલેક્ટર ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણી અને સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસને ડામવા ખાસ અધિકારીની નિયુક્તિ પણ કરાઈ છે અને આ જવાબદારી સુરતના પૂર્વ કલકેટર મહેન્દ્ર પટેલને સોંપવામાં આવી છે. જ્યાં તેઓ પણ આ નિરીક્ષણમાં સામેલ હતા.
નિરીક્ષણમાં સામેલ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં સંપૂર્ણરીતે લૉકડાઉનની અસર 100 ટકા જોવા મળી રહી છે. તેમ છતાં લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ઘરેથી ના નીકળે. તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સાત જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે, અને કોરેન્ટાઈન હેઠળ જે લોકો પણ છે. તેઓને સતત ટ્રેક કરવામાં આવી રહ્યા છે. શહેરીજનો આ લૉકડાઉનનું સખ્તાઈથી પાલન કરે આ માટે તંત્ર સજ્જ છે. બીજી બાજુ જિલ્લા કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું કે, સુરત શહેર અને જિલ્લામાં આજે સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાંથી એક કેસ જિલ્લાનો છે. તેમના સંપર્કમાં આવેલા ડોક્ટર, મેડિકલ ટીમ અને તેમના પરિવારના સભ્યોને પણ કોરેન્ટાઈન કરવામાં
આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.