– કોરોના વાઇરસ સામે રસીનું સંશોધન કરતી 128 વૈજ્ઞાાનિકોની ટીમના પ્રા. શાબિર માધીનું અવલોકન
આગામી બે-ત્રણ વર્ષમાં કોરોના વાઇરસના સંભવિતપણે થનારા પ્રચંડ હુમલામાં દક્ષિણ આફ્રિકાના ૪૫,૦૦૦ નાગરિકોનો ખાત્મો બોલી જાય એવી અપેક્ષા છે, એમ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાયરિલ રામાફોસાની સલાહકાર એવી અગ્રણી તબીબી વ્યાવસાયિકોની પેનલના તજજ્ઞો કહ્યું.
કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે ૩૫ દિવસના રાષ્ટ્રીય લોકડાઉનનો અમલ કરી રહેલા દક્ષિણ આફ્રિકામાં પંચાવન દર્દીઓના મોત થયા છે, જ્યારે અન્ય ૩૦૦૦થી વધુ લોકોને ચેપ લાગ્યો છે.
રામાફોસા અને એમના પ્રધાન મંડળની સલાહકાર એવી જાહેર આરોગ્ય પેટાસમિતિના વડા અને વિટ્સ યુનિવર્સિટીના પ્રાધ્યાપક શાબિર માધિએ કહ્યું કે કોરોના વાઇરસનો ઉપદ્રવ એ કંઇ ટૂંકા ગાળાની કટોકટી નથી કે જેનો આગામી થોડાક મહિનાઓમાં નિવેડો લાવી દઇ શકાય.
આપણે કદાચ આગામી થોડાક જ વર્ષોમાં કોરોનાના ઓછામાં ઓછા ત્રણથી ચાર રોગચાળા જોવા પડશે, જેમાં દર્દીઓની સંખ્યા જબરદસ્તપણે વધશે.
પ્રા. શાબિર માધી, કોરોના વાઇરસ સામેના ઉપાયરૂપે રસીનું સંશોધન કરી રહેલી વિશ્વભરના ૧૨૮ વૈજ્ઞાાનિકોની ટીમના સભ્ય છે.
માધીએ કહ્યું કે કોરોના વાઇરસના સંદર્ભે ખરાબ સમાચાર એ છે કે એનો ફેલાવો કરનારને આપણે (માણસજાત) જાણતા નથી. એમણે લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગની જાળવણી કરવાની સલાહ આપી છે.
માધીએ, ધાર્મિક મેળાવડા અને ખેલકૂદની ટુર્નામેન્ટો જેવા સામૂહિક મેળાવડાઓ થાય એવા કાર્યક્રમો લાંબા સમયગાળા સુધી યોજી શકાય નહિ એમ જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.