દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. રોજે રોજ નવા દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડો.બલરામ ભાર્ગવે મહત્વનુ નિવેદન આપ્યુ છે.
ડો.ભાર્ગવનુ કહેવુ છે કે, દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે પણ 80 ટકા કેસમાં શરદી, ખાંસી અને તાવ આવે છે અને દર્દી પોતે જ સાજો થઈ જાય છે.આ બીમારીને સમજવી બહુ જરુરી છે. કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા 80 ટકા દર્દીઓને હળવી ઠંડી લાગીને તાવ આવે છે.
માત્ર 20 ટકા કેસમાં જ તીવ્ર તાવ આવવાની કે શરદી ખાંસી વધરવાની ફરિયાદો હોય છે.હોસ્પિટલમાં દાખલ થનારા પાંચ ટકા દર્દીઓને પહેલેથી જ ઉપલબ્ધ સપોર્ટ મેડિસિન આપવામાં આવે છે.બહુ ગણતરીના કેસમાં નવી દવાઓ અપાય છે.
ડો.ભાર્ગવે કહ્યુ હતુ કે, કોરોના વાયરસ હવામાં મોજુદ નથી.આ વાયરસ એક વ્યક્તિ થકી બીજા વ્યક્તિમાં પહોંચે છે.તેને રોકવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય લોકડાઉન છે.આ ચેન તોડવી જરુરી છે.આ માટે બહારના લોકોના સંપર્કમાં ના આવવુ જોઈએ.
અમે રાજ્યોને વિનંતી કરી છે કે, એવી હોસ્પિટલોની પસંદગી કરે જેમાં માત્ર કોરોનાના દર્દીઓનો ઈલાજ થઈ શકે.જેમ કે દિલ્હીમાં એમ્સ અને હરિયાણામાં નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટને હાલમાં માત્ર કોરોનાના દર્દીઓની સારવાર માટે જ ઉપયોગમાં લેવાયા આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.