વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો કહેર ગુજરાતમાં યથાવત જ છે. ત્યારે ગુજરાત માટે આંશિક રાહતના સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતમાં ગઈકાલ સાંજથી આજ સવાર સુધી એક પણ પોઝિટીવ કેસ નથી આવ્યો. જોકે, આરોગ્ય સચિવ જંયતિ રવીએ જણાવ્યું કે આગમી ચારથી પાંચ દિવસ સૌથી અઘરા છે.
તેમણે આગળ જણાવ્યું કે, અત્યાર સુધી પોઝિટીવ કેસ 87 છે જ્યારે 2 લોકો વેન્ટિલેટર પર છે, જ્યારે 71 જેટલા લોકો સ્ટેબલ છે. ત્યારે 7 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં ગઈકાલ સાંજથી આજ સવાર સુધી એક પણ પોઝિટીવ કેસ નથી આવ્યો. જ્યારે 418 લોકો સામે ક્વોરેન્ટાઈનનો ભંગ કરવા બદલ FIR દાખલ કરવામા આવ્યા છે.
ગુજરાતમાં ગઈકાલ સાંજથી આજ સવાર સુધી એક પણ પોઝિટીવ કેસ નથી આવ્યો
1000 વેન્ટીલેટર વસાવી લેવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. આજની તારીખે 2 લોકોને જ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. 738 લોકોની જેટલી ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે. SIsco 1400 જેટલા લોકોની વેન્ટીલેટરની ટ્રેનિંગ આપવામા આવી રહી છે. રાજકોટમાં પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ GCCI ખાતે ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ડોક્ટરની ટ્રેનિંગ આપવામા આવી રહી છે.
ક્વોરેન્ટાઈન ડિટેલ
હોમ ક્વોરેન્ટાઈ 17666
– સરકારી ક્વોરેન્ટાઈ 904
– પ્રાઈવેટ ક્વોરેન્ટાઈ 282
– કુલ 18852 ક્વોરેન્ટાઈનના
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.