કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓના સ્વજનોના 3469 ફોર્મ મંજૂર, 2629 અરજદારને સહાયની 13.14 કરોડની રકમ ચૂકવાઇ
કોરોનાની સહાયની ચૂકવણી થઇ રહી છે
સરકાર તરફથી રૂપિયા 50 હજારની આર્થિક સહાય માટેના ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે.
કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓના સ્વજનોને સરકાર તરફથી 50 હજાર રૂપિયાની આર્થિક સહાય માટેના ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે. અને પાલિકાના ચોપડે માત્ર 623ના મોત સામે મંજૂર થયેલા 3469 ફોર્મ પૈકી 2629 લાભાર્થીઓને 13.14 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે.
કોરોના સહાયના ફોર્મનો ઉપાડ વધ્યો
વડોદરા સહિત રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે રાજ્ય સરકારે આર્થિક સહાયના ભાગરૂપે 50 હજાર રૂપિયાની જાહેરાત કરતા અનેક પરિવારોને આર્થિક મદદની આશા બંધાઇ છે. વડોદરા તંત્ર દ્વારા પણ કોરોના મૃતક સહાયના ફોર્મનું વિતરણ શરૂ કરાતા આજે પણ ફોર્મનો ઉપાડ યથાવત જોવા મળી રહ્યો છે.
સહાય 13.14 કરોડ ચૂકવાયા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ અર્બન હેલ્થ સેન્ટરો ઉપરથી ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારબાદ ફોર્મ અને ડોક્યુમેન્ટ ચકાસણી કરી સહાયની રકમ વિતરણ કરવામાં આવી રહી છે. 3469 ફોર્મ મંજૂર થતા 2629 લાભાર્થીઓને સહાયની રકમ 13.14 કરોડ ચૂકવવામાં આવી છે. તો બીજી તરફ હવે કોર્પોરેશન દ્વારા કોરોનામાં સત્તાવાર 623 લોકોના મોત અંગેના આંકડા સવાલ ઉભા કરી રહ્યા છે.
સોમવાર સુધી પરત આવેલા ફોર્મ-4546 સોમવાર સુધી મંજૂર કરેલ કેસ-3469 અગાઉ મંજૂર કરેલ કેસ-1686 કુલ મંજૂર કરેલા કેસ-2629 ચૂકવેલી સહાય રૂ. 13 કરોડ, 14 લાખ, 50 હજાર રૂ.13,14,50,000
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.