કોરોના અંગે સોશિયલ મિડીયામાં ખોટા સમાચાર ફેલાવનાર વિરુઘ્ઘ થશે કાયદેસરની કાયઁવાહી

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ હતુ કે સિવિલમાં કોરોના શંકાસ્પદ ચેપગ્રસ્ત લોકો માટે એક હજાર 200 બેડવાળી સુવિધા ઉભી કરવામાં આવી છે. તો રાજ્યના સિનિયર મંત્રીઓ મહાનગરોની મુલાકાત લઇને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે તેવું જણાવ્યુ હતુ. તેમણે ઉમેર્યુ હતુ કે સોશિયલ મીડિયા દ્વારા એટલે કે વોટ્સએપ દ્વારા કોરોના અંગે નાગરિકોમાં કોઇ ભય ન ફેલાવે. જો આવું ધ્યાનમાં આવશે તો તેમની સામે કાયદેસરના પગલા ભરવામાં આવશે.

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં કોરોનાના 13 કેસ નોંધાયા.  તમામ દર્દીઓ ન્યૂયોર્ક, ફિનલેન્ડ, સ્પેન, સાઉદી અરેબિયા, શ્રીલંકા-લંડનથી ભારત આવ્યા હતા. રાજ્યના મહાનગરોમાં કોરોનાનો કેર વધતો અટકાવવા ઉચ્ચ અધિકારી અને મંત્રીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા રાજકોટ, અને કેબિનેટ મંત્રી ગણપત વસાવા સુરત પહોંચ્યા છે.

જ્યારે અમદાવાદનું નિરીક્ષણ ગાંધીનગરથી થવાનું છે. આ ઉપરાંત ચારેય શહેરોમાં પ્રભાવી સચિવની નિમણૂક કરવામાં આવી છે. ચારેય શહેરોમાં પૂર્વ કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. વડોદરાનું સુપરવિઝન વિનોદ રાવ, રાજકોટ માટે ડો. રાહુલ ગુપ્તા, સુરતની જવાબદારી એમ.એસ પટેલ અને અમદાવાદની જવાબદારી પંકજકુમારને સોંપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.