ભારતમાં કોરોના વાયરસથી વધુ એક મોત નિપજ્યું છે. આ સાથે ભારતમાં કોરોનાના કારણે બે લોકોના મોત થયા છે. જગતના 5 ખંડના કુલ 114 દેશોમાં પ્રસરી ચૂકેલ આ જીવલેણ વાયસર બહુ ઝડપભેર વધુ જોખમ ઊભું કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. ગત 27 ફેબ્રુઆરીએ તેનો પ્રસાર 68 દેશ સુધી મર્યાદિત હતો અને સંક્રમણગ્રસ્ત લોકોની સંખ્યા 82,294 હતી, જ્યારે મૃત્યુ આંક 2,747 હતો. એ પછી જગતના દરેક દેશે તકેદારીના સઘન પગલાંઓ લીધા છતાં પંદર દિવસમાં સંક્રમણગ્રસ્ત લોકોની સંખ્યા 1.45 લાખ થઈ ચૂકી છે જ્યારે મૃતકોની સંખ્યા 5000નો આંક પાર કરી ગઈ છે. ગુજરાત સરકાર પણ હવે જાગી છે. કોરોનાની દહેશત સમગ્ર વિશ્વ પર મંડરાઈ રહી છે ત્યારે રાજ્યભરમાં સરકારી કાર્યક્રમ ઉજવવા પર રોક લગાવવામાં આવી છે. 31માર્ચ સુધી વર્કશોપ, સેમિનાર, કોન્ફરન્સ યોજવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સરકારે સામુહિક મેળાવડા અને નાના મોટા પ્રસંગ ન ઉજવવા અપીલ કરી છે. જિલ્લા કલેકટર સહિતના તંત્રને સરકારે લોકો સુધી માહિતી પહોંચાડવાનું સૂચન કર્યું છે. મહત્વપૂર્ણ બાબત છે કે ભારતમાં કોરોનાના 81 કેસ નોંધવામાં આવ્યા છે. ગુજરાતમાં હજુ સુધી એક પણ કેસ પોઝિટીવ જોવા મળ્યો નથી. દેશના 12 રાજ્યોમાં હાલમાં સ્કૂલ-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. જોકે, ગુજરાતમાં આ બાબતે હજુ સરકાર વિચારણા કરી રહી છે. WHO દ્વારા કોરોનાના ભયને મહામારી જાહેર કરાયા પછી ત્રણ જ દિવસમાં મૃત્યુઆંક 50436 સુધી પહોંચી ચૂક્યો છે. જગતના 5 ખંડના કુલ 114 દેશોમાં પ્રસરી ચૂકેલ આ જીવલેણ વાયસર બહુ ઝડપભેર વધુ જોખમ ઊભું કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. ભારતમાં પણ 89 કેસો નોંધાયા છે.
દિલ્હીમાં કોરોના વાયરસથી પીડિત મહિલાનું મોત નિપજ્યું છે. કોરોના વાયરસથી રાજધાની દિલ્હીમાં મોતનો આ પહેલો મામલો છે. દેશમાં કોરોના કોરોના વાયરસના લક્ષ્ણ મળ્યાં બાદ 69 વર્ષના મહિલાને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલા ડાયાબિટીઝ અને હાઈપરટેન્શનથી પણ પીડિત હતા. મૃતક મહિલાનો પુત્રના સંપર્કના કારણે મહિલા કોરોનાથી સંક્રમિત થયા હતા. મૃતક મહિલાનો પુત્ર હાલમાં જ જાપાન, જીનીવા અને ઈટાલી થઈને દિલ્હી પરત ફર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.