કોરોના સામે બાથ ભીડવા નાસાનું ખાસ અભિયાન, ત્રણ ભારતીય કંપનીઓ પણ જોડાઈ

કોરોના વાયરસે ભારત સહિત દુનિયાભરમાં તબાહી મચાવી દીધી છે. આ વાયરસના કારણે લાખો લોકોના મોત થઈ ચુક્યા છે. તો 50 લાખથી વધારે લોકો સંક્રમિત છે. કોરોનાથી લડવા માટે દેશના તમામ સ્તર પર પ્રયત્નો થઈ રહ્યા છે. જો કે હજુ સુધી કોઈ યોગ્ય સફળતા મળી નથી.

ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં અમેરિકા અને બ્રાઝિલ બાદ રશિયામાં કોરોનાના સૌથી વધુ સંક્રમિત કેસો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકામાં પણ વણસેલી સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. અહીંયા કોરોનાને કારણે એક જ દિવસમાં 1,225 લોકોનાં મોત થયા છે.

3 ભારતીય કંપનીઓને નાસાએ વેન્ટિલેટરનું ઉત્પાદન કરવા માટે લાઈસન્સ આપ્યા
આ તમામ વચ્ચે ત્રણ ભારતીય કંપનીઓ- આલ્ફ ડિઝાઇન ટેકનોલોજીઝ પ્રાઇવેટ લિમિટેડ, ભારત ફેર્જ લિમિટેડ અને મેધા સર્વો ડ્રાઇવ્સ પ્રાઇવેટ લિમિટેડને અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ કોવિડ 19ના દર્દીઓ માટે વેન્ટિલેટરનું ઉત્પાદન કરવા માટે લાયસન્સ આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.