ભારતમાં કોરોના વાયરસે ધીરે ધીરે કરીને 150થી પણ વધારે લોકોને ચપેટમાં લઈ લીધા છે. આ ખતરનાક બીમારીના પ્રસારને જોતા ભારત સરકારે તમામ પ્રકારના જરૂરી પગલાં ઉઠાવ્યા છે. તેના અનુસંધાનમાં ભારતમાં કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં લઈને 36 દેશોમાંથી આવતા મુસાફરોના પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. બુધવારે ગૃહમંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, 11 દેશોના મુસાફરોને અનિવાર્યરૂપથી અલગ પણ રાખવામાં આવશે.
મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘કોઈ પણ એરલાઈન ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, સાઈપ્રસ, ચેક ગણરાજ્ય, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, આઈસલેન્ડ, ઈટલી, લાતવિયા, લિકટેંસ્ટીન, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, સ્પેન, સ્વીડન, સ્વિત્ઝર્લેડ, તુર્કી, બ્રિટનથી કોઈ પણ મુસાફરને ભારત નહીં લાવે. આ આદેશ 12 માર્ચથી લાગુ થઈ ચુક્યો છે. આ સિવાય 17 માર્ચથી એરલાઈનો દ્વાર ફિલિપાઇન્સ, મલેશિયા અને અફઘાનિસ્તાનથી મુસાફરોને લાવવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે.
મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, પ્રતિબંધિત દેશોને છોડીને ‘ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા’ (OCI) કાર્ડધારકોએ ભારતમાં પ્રવેશ માટે ભરતીય મિશનો તરફથી નવા વિઝા લેવા પડશે. તમને જણાવી દઈએ કે, તમામ રાજ્યોમાં કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. આ વાયરસ સામે લડવા માટે ઘણાં રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ, સિનેમાઘરો, જિમ, સ્વિમિંગ પુલ વગેરે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઘણાં રાજ્યોએ પોતાના રાજ્યમાં કલમ 144 લાગુ કરી દીધી છે, જેથી ભીડના કારણે વાયરસનો પ્રસાર ન થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.