કોરોના કહેરના કારણે ઈકોનોમીને જબ્બર ફટકો વાગ્યો છેઆ સંજોગોમાં ભારત માટે કોરોના એક રીતે રાહત પણ લઈને આવ્યો છે.
નીતિ આયોગના પૂર્વાધ્યક્ષ અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર અરવિંદ પાનગઢિયાનુ કહેવુ છે કે, કોરોનાના કારણે ક્રુડ ઓઈલના ભાવમાં 30 ટકા જેટલો વૈશ્વિક ઘટાડો થઈ ચુક્યો છે.ભારત ક્રુડ ઓઈલનુ મોટુ આયાતકાર છે. ઓઈલ પ્રાઈસમાં 10 ડોલરનો ઘટાડો થાય તો ભારતને 15 અબજ ડોલરનો ફાયદો થાય છે. એ હિસાબે જોવામાં આવે તો ભારતને અત્યાર સુધીમાં 50 અબજનો ફાયદો થયો છે. કારણકે ક્રુડ ઓઈલના ભાવ 65 ડોલરથી ગગડીને 30 ડોલર પર આવી ચુક્યા છે.
તેમનુ કહેવુ છે કે, સરકારને તેના કારણે વધારાના ખર્ચ માટે ખાસી મોટી રકમ મળી શકે છે.જેના કારણે સરકાર ફિસ્કાલ ડેફિસિટ 3.5 ટકાના ટાર્ગેટની અંદર રાખી શકે છે. તેની સાથે સાથે સરકાર ભાવમાં ઘટાડાનો ફાયદો ઈકોનોમીની રફતાર વધારવા માટે કરવાના વિકલ્પ પર પણ વિચારણા કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.