કોરોનાથી ભારતના પ્રથમ મહિલા કાર્ડિઓલોજીસ્ટ પદ્માવતીનું નિધન

કોવિડ-19ની મહામારીએ જાણીતા કાર્ડિઓલોજીસ્ટ ડોકટર પદ્માવતીનો પણ રવિવારે ભોગ લીધો હતો. તેઓ 103 વર્ષના હતા. છેલ્લા 11 દિવસથી નેશનલ હાર્ટ ઇન્સટીટયુટ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી.’જાણીતા કાર્ડીઓલોજીસ્ટ બલકે ભારતના પ્રથમ મહિલા કાર્ડિઓલોજીસ્ટ જેમને લાડથી લોકો ‘ગોડ મધર ઓફ કાર્ડિઓલોજી’કહેતા હતા તેઓ 29 ઓગસ્ટના રોજ કોરોનાના સંક્રમિત બનતા અવસાન પામ્યા  હતા’એમ આ સંસ્થાએ કહ્યું હતું.

એનએચઆઇના સ્થાપક ડો.પદ્માવતીનો જન્મ સ્પેનિશ બર્ડ ફ્લુની મહામારી ફેલાઇ તેના એક વર્ષ પહેંલા 1917માં બર્મા (હાલના મ્યાંમાર)માં થયો હતો.’તેમને કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને શ્વાસ લેવામાં ખુબ તકલીફ પડતી હતી.

તેમના બંને ફેંફસામાં ચેપ લાગ્યો હતો જેના કારણે તેમને વેન્ટીલેટર પર રખાયા હતા. તેમ છતાં તેઓ બચી શક્યા નહતા’એમ એનએચઆઇએ કહ્યું હતું.ડો.પદ્માવતીના અંતિમ સંસ્કાર રવિવારે પંજાબી બાગ ખાતેના સ્મશાનના કોારોના  માટે ખાસ તૈયાર કરાયેલા  વિભાગમાં કરાયા હતા.

બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન 1942માં તેઓ ભારત આવ્યા હતા. તેમણે રંગુન મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરી ઉચ્ચ અભ્યાસ વિદેશમાં કર્યો હતો.ભારત પરત આવ્યા પછી તેઓ લેડી હાર્ડિનગે મેડિકલ કોલેજમાં જોડાયા હતા. 1962માં તેમણે ઓલ ઇન્ડિયા હાર્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી અને ત્યાર પછી 1981માં નેશનલ હાર્ટ ઇન્સટીટયુટની પણ સ્થાપના કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.