કોરોનાની કોલર ટ્યૂનથી કંટાળી ગયેલા કોંગ્રેસના MLAએ કેન્દ્ર સરકારને લખ્યો પત્ર, કહ્યું- આ બંધ કરાવો

રાજસ્થાનમાં કોંગ્રેસના એક ધારાસભ્ય કોરોનાની અવેરનેસ માટે સરકાર તરફથી સંભળાવવામાં આવતી કોલર ટ્યૂન પર વાંધો વ્યક્ત કર્યો છે. રાજસ્થનના સાંગેદથી ધારાસભ્ય ભરતસિંહે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે કે ફોનમાં આવતી કોરોના વાઈરસ કોલર ટ્યૂનને બંધ કરવામાં આવે.

તેમણે પત્રમાં જણાવ્યું કે, માર્ચમાં આ ટ્યૂનને શરૂ કરવામાં આવી હતી અને હવે જુન આવી ગયો જેમણે સાંભળવાનું હતું અને સમજવાનું હતુ તેઓ સમજી ગયા હશે હવે આગળ તેને શરૂ રાખવામાં આવે નહી, આ ટ્યૂન સાંભળીને કાન પાકી ગયા છે.

ઉલ્લેખનિય છે કે, ભરતસિંહ પોતાના આ પ્રકારના પત્રોને લઈને રાજસ્થાનમાં પ્રખ્યાત છે આ પહેલા પણ તેમણે લોકડાઉનમાં દારુબંધી હટાવવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતને પત્ર લખ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.