કોરોનાના કેસમાં ઘટાડો, નવા 77000 કેસો સામે 80000 સાજા કરાયા

– અમેરિકા અને ભારતના કુલ કેસો વચ્ચે 10 લાખનું અંતર : આંકડો 68.24 લાખને પાર, વધુ 952 સાથે મૃત્યુઆંક 105451 થયો

 

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને કોરોના : કોરોના અંગે જાગૃત કરવા સીઆરપીએફના જવાનો 12 કરોડ લોકોનો સંપર્ક કરશે

ભારતમાં કોરોનાના કેસોમાં એક સમયે બહુ જ મોટો ઉછાળો આવ્યો હતો, જોકે દૈનિક આંકડા અગાઉ જેટલા સામે આવી રહ્યા હતા તેની સરખામણીમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમયે 90 હજારથી વધુ કેસો રોજ સામે આવતા હવે આ આંકડો 80 હજારની અંદર રહેવા લાગ્યો છે.

બુધવારે કોરોનાના 77611 કેસો નોંધાયા હતા જેની સામે 80005 લોકોને સાજા કરી લેવાયા છે. એટલે કેસોની સામે સાજા થયેલાની સંખ્યા વધુ આવી રહી છે.  અમેરિકા અને ભારત બન્ને વચ્ચે કોરોનાના કુલ કેસોમાં 10 લાખનું અંતર છે.

ભારતમાં કુલ કેસોનો આંકડો 68,24253એ પહોંચી ગયો છે અને છેલ્લા 24 કલાકમાં જ 952 લોકોના મોત નિપજ્યા છે, બીજી તરફ કુલ મૃત્યુઆંક 105451એ  પહોંચી ગયો છે. જ્યારે સાજા થયેલાની સંખ્યા વધીને 5812781ને પાર કરી ગઇ છે.

એટલે કે કુલ કેસો અને સાજા થયેલાના આંકડા વચ્ચે 10 લાખ જેટલુ અંતર છે. દરમિયાન કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેથી તેમને ઘરે જ ક્વોરન્ટાઇન કરાયા છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા દરેક લોકોનો પણ કોરોના ટેસ્ટ કરાઇ રહ્યો છે. તેઓ સંસદીય બાબતો અને કોલસા તેમજ ખાણ ખનીજ મંત્રી છે.

બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા મુજબ દેશમાં કોરોનાથી સાજા થયેલાની સંખ્યા વધવા લાગી છે અને તેની સાથે રિવકવરી રેટ પણ સુધરી રહ્યો છે. હાલ રિકવરી રેટ 85 ટકાએ પહોંચી ગયો છે જે એક સમયે 60 ટકાથી પણ નીચો હતો.

છેલ્લા કેટલાક સપ્તાહમાં સાજા થયેલાની સંંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જ્યારે જે લોકો સાજા થયા છે તેમાં 75 ટકા દસ રાજ્યોમાં છે જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટકા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તિસગઢ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 17000 લોકોને સાજા કરાયા છે.

કર્ણાટકમાં 10,000 લોકોને સાજા કરી લેવાયા છે. જ્યારે નવા કેસોમાં પણ 10 રાજ્યોમાં 78 ટકા કેસો નોંધાયા છે જેમાં પણ મહારાષ્ટ્ર ટોચના સૃથાને છે. દરમિયાન મૃત્યુદર પણ ઘટીને 1.55 ટકાએ આવી ગયો છે. બીજી તરફ સીઆરપીએફએ એક નિવેદનમાં જણાવ્યું છે કે જ્યાં પણ સીઆરપીએફના બેઝ છે ત્યાં આશરે 12 કરોડ લોકોને કોરોના અંગે જાગૃત કરવા જવાનો લોકસંપર્ક કરશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.