ચાર જ મહિનામાં મંગળવારે (ગઇકાલે) મુંબઇએપાંચ હજારથી પણ અધિક મોત સાથે આ બિમારીને કારણે તેના જનક દેશ ચીનમાં પણ થયેલાં મરણના આંકને વટાવી દીધો હતો. વિગતે જોઇએ તો કોવિડના વૈશ્વિક કેન્દ્ર ચીનમાં મંગળવારે કુલ મરણાંક ૪૬૩૪નો હતો જ્યારે છેલ્લા ૪૮ કલાકમાં થયેલા ૬૪ મોતના ઉમેરા સાતે મુંબઇનો મૃૃત્યુઆંક ૫૦૦૨નો થયો હતો. ભારતમાં થયેલા કુલ ૨૦,૧૬૦ કોવિડ મોત પૈકીના ચોથા ભાગના તો એકલા મુંબઇમાં જ થયા હતાં. મુંબઇમાં ૧૧મી માર્ચે કોરોનાના સૌ પ્રથમ બે કેસ હાથ લાગ્યા તેના છ દિવસમાં જ આ મહાનગરનાં કોરોનાનું સૌ પ્રથમ મોત નોંધાયું હતું. ત્યાર પછીના ૭૦ દિવસમાં સૌ પ્રથમ એક હજાર મોત થયા હતા. તે પછીના એક એક હજાર મોત થયાનું૧૮, ચાર તથા નવ દિવસોના અત્યંત ટુંકા ગાળામાં નોંધાયું હતું. પણ તેપછી મોતની સંખ્યાને ચાર હજાર પરથી પાંચ હજારના અંકે પહોંચતા તુલનામક રીતે ૧૨દિવસનો લાંબો સમય લાગ્યો હતો. કોવિડને કારણે માર્ચમાં ફક્ત સાત મરણ થયા હતા. એપ્રિલમાં આ સંખ્યા વધીને ૨૮૧ની તથા મેમાં૯૮૯ની થઇ હતી. આંકડાઓને સુસંગત કરવાની કામગીરીનેપગલે જૂનમાંમોટી છલાંગ સાથે ૩૨૭૭નો મૃત્યુઆંક નોંધાયો હતો. જુલાઇમાંમંગળવાર (સાત જુલાઇ) સુધીમાં ૪૪૬ મોત તઇ ચૂક્યાંછે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.