ભાવનગરમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો,15 નવા કેસ સાથે આંકડો 100 ઉપર પહોંચ્યો…..

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા ફરી માસ્ક અને કોરોનાના નિયમો પાળવા અપીલ કરવામાં આવી રહી છે અને ભાવનગર શહેરમાં પણ દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહયા છે અને કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યાનો આંકડો ફરી 100 ઉપર પહોંચ્યો છે જે પૈકી 96 દર્દીઓ હોમ આઇસોલેટ કરાયા છે અને ભાવનગર શહેરમાં કુલ 13 અને ગ્રામ્ય કક્ષાએ નવા બે મળીને આજે એકજ દિવસમાં કુલ 15 પોઝિટિવ નવા કેસ મળતા તંત્રમાં ચિંતા પ્રસરી છે.

આ કેસ ભાવનગરના જે વિસ્તારમાંથી નોંધાયા છે તેમાં રબ્બર સોસાયટી, સુભાષનગર ખાતે 27 વર્ષયી યુવાન, ઉદયલક્ષ્મી, તિલકનગર કેકે એવન્યૂ પાસે 25 વર્ષીય યુવતી, પ્રભુદાસ તળાવ વિસ્તારમાં 38 વર્ષીય યુવાન, ફુલસરમાં 60 વર્ષીય વૃદ્ધા તગા 26 વર્ષીય યુવાન, ભાવનગરમાં 40 વર્ષીય મહિલા, ઇન્દિરનગરમાં રહેતા 43 વર્ષીય મહિલા, શિવાજી સર્કલમાં રહેતા 24 વર્ષીય યુવતી, રિંગ રોડ પર રહેતા 29 વર્ષીય યુવાન, જ્વેલ્સ સર્કલ વિસ્તારમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધ, વિદ્યાનગર પાસે રહેતા 26 વર્ષીય યુવાન, કુંભારવાડા મીલની ચાલીમાં રહેતા 27 વર્ષીય યુવતી તથા કાળિયાબીડ જૂની ભગવતી પાર્કમાં રહેતા 67 વર્ષીય વુદ્ધને કોરોનાના લક્ષણો દેખાતા તમામનો ટેસ્ટ કરતા આ 13 દર્દીને કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા અને વરતેજ ગામે 18 વર્ષીય યુવતી અને ભૂંભલી ગામે રહેતા 45 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવી રહયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.