કોરોના વાયરસ (Covid-19)નાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મુંબઇ પોલીસે નવા પ્રતિબંધો લગાવ્યા છે. લોકોની હિલચાલ અને આવાગમન તથા એકત્રિત થવામાં રોક લગાવવા માટે પોલીસે શહેરમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરી છે. આ પ્રતિબંધો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન, પોલીસે માત્ર તાત્કાલિક કામ અને કટોકટીમાં જ બહાર નિકળવાની મંજૂરી આપવામાં આવી છે.
અગાઉ એપ્રિલ અને મે મહિનામાં કોરોના વિનાશ બાદ, મુંબઈને જૂન-જુલાઈમાં રોગચાળાથી થોડી રાહત મળવાની શરૂઆત થઈ હતી. પરંતુ હવે ફરી એકવાર નવા કેસોએ જોર પકડ્યું છે. સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ 23 હજાર કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાથી સ્થિતી ચિંતાજનક
નોંધપાત્ર બાબત એ છે કે દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત રાજ્ય છે.એકલા મહારાષ્ટ્રમાં જ રોગચાળાના 11,21,221 કેસ નોંધાયા છે. જો કે આમાંથી 7,92,832 લોકો સાજા પણ છે અને એક્ટિવ કેસની સંખ્યા 2,97,506 છે. અત્યાર સુધીમાં 30,883 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં પણ ખાસ કરીને મુંબઇનાં મૃત્યુ દરને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈનો મૃત્યુ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.