જયંત બોસ્કીએ લખ્યો CMને પત્ર,કોરોના કેસને લઇને કરી રજૂઆત

NCP પ્રમુખ જયંત બોસ્કીએ સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે. વધતાં કોરોના વાયરસના કેસના કારણે તેમણે રજૂઆત કરી છે કે ગુજરાતમાં લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ છે.

આ સિવાય બોસ્કીએ કોરોના સંક્રમણ વધવા માટે સરકારને જ જવાબદાર ઠેરવી છે અને પુરતા પ્રમાણમાં ઇન્જેક્શન પણ ન મળતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

આટલું જ નહીં બોસ્કીએ માંગ કરી છે કે હવે રાજ્યના નાયમ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજીનામું આપવું જોઈએ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 6021 કેસ નોંધાયા છે અને 2854 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,17981 દર્દીઓ કોરોનામુક્ત થયાં છે. ગઈ કાલે રાજ્યમાં 55 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4855 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.

કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1907 કેસ જ્યારે સુરત શહેરમાં 1174 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 295 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 261 કેસ, જ્યારે ગ્રામ્યમાં 120 કેસ નોંધાયા.

અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસમાં રાત્રે એક જ કલાકમાં 45 એમ્બ્યુલન્સ દર્દીઓને લઈને દોડી આવતા કેમ્પસ ફૂલ થઈ ગયું હતું. ડૉ. જે.વી મોદીએ જણાવ્યું હતું કે હાલ 2100 બેડમાંથી 2008 બેડ પર દર્દીઓને રાખવામાં આવ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.